fbpx
અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાના નેતૃત્વમાં અમરેલી જિલ્લામાં કેસરિયો લહેરાયો

ગુજરાતમાં સૌથી નાની વયે જિલ્લાના પ્રમુખ બનનારા કૌશિકભાઈ વેકરિયાએ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડા પાડીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લાને કોંગ્રેસમુક્ત બનાવી દીધો

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને તમામ નગરપાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ ફરીથી સમગ્ર અમરેલી જિલ્લામાં કેસરિયો લહેરાયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પરિણામોનો જનાદેશ સંપુર્ણપણે ભાજપની તરફેણમાં રહ્યાં હતાં. ગુજરાતમાં ભાજપના સૌથી નાની વયના જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાનું કુશળ સંગઠનાત્મક વ્યૂહ કારગર સાબિત થયો હતો. શ્રી કૌશિક વેકરિયાના નેતૃત્વમાં જિલ્લામાં ભાજપનું કમળ ખીલ્યું હતું.

આ વિજયને વધાવતાં સહકારી આગેવાન શ્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા સહિતના આગેવાનોએ યુવા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાના નેતૃત્વને આવકાર્યુ હતું અને અભિનંદન પાઢવ્યા હતાં. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં સર્વત્ર ભાજપનું કમળ ખીલ્યું છે. આ વિજય અમરેલીના મતદાતાઓનો છે. અમરેલી જિલ્લાના મતદાતાઓનો હું હૃદયપુર્વક આભાર માનું છું. આ વિજય એ અમરેલીના વિકાસનો વિજય છે. ભાજપની રાષ્ટ્રીય વિચારધારાનો વિજય છે. સંગઠનના કર્મઠ કાર્યકર્તાઓનો વિજય છે. મતદાતાઓ સારી રીતે જાણે છે કે સર્વાંગી વિકાસ માટે ભાજપ જ સર્વોત્તમ છે. કોંગ્રેસનું અસ્તિત્વ જ ખતરામાં છે અને એટલે જ જુઠ્ઠાણા ફેલાવી જીત માટે હવાતિયા મારે છે પણ હવે પ્રજા સારી રીતે જાણે છે અને સમજે છે કે કોગ્રેસને મત એટલે જુઠ્ઠાણા, વંશવાદ અને ભ્રમણાને મત આપવો. કોંગ્રેસના જુઠ્ઠાણાને ફગાવી મતદાતાઓએ ભાજપની સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ નીતિમાં વિશ્વાસ રાખીને મત આપ્યા છે. આત્મનિર્ભર ભારતના પ્રણેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી, પ્રગતિશીલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલના કુશળ નેતૃત્વ પર મતદાતાઓએ વિજયની મહોર મારી છે. મતદાતાઓએ અમારા પર જે વિશ્વાસ મુક્યો છે તેમને અમે સાર્થક કરીશુ અને સર્વાંગી વિકાસના વધુને વધુ કામ કરીશું.

છેલ્લા વર્ષોમાં અમરેલી જિલ્લો વિપક્ષનેતા પરેશ ધાનાણીનો ગઢ તરીકે ઓળખાતો આવ્યો છે પણ મતદાતાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષનેતાના ગઢમાં ગાબડા જ નથી પાડ્યા પણ સમગ્ર જિલ્લામાંથી કોંગ્રેસને હાકી કાઢી છે.

અમરેલી શહેરમાં આભાર અમરેલી યાત્રા મારફતે મતદાતાઓનો આભાર માન્યો હતો. આ વિજયોત્સવ સભામાં નગરપાલિકા ચૂંટણી ઈન્ચાર્જ ભાજપ શ્રી મુકેશભાઈ સંઘાણી, ઈન્ચાર્જ ભાવેશભાઈ સોઢા, શહેર પ્રમુખ તુષારભાઈ જોશી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, ભાજપ નગરપાલિકાના વિજેતા ઉમેદવારો સહિત ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં

Follow Me:

Related Posts