fbpx
ગુજરાત

સુરતમાં પતિના ત્રાસથી આપઘાત કરવા નીકળેલી મહિલાને રિક્ષાચાલકે બચાવી

ઘરેલુ હિંસાનો શિકાર બનતી મહિલાઓને જ્યારે દુઃખી જીવનમાં સુખની કોઈ જ આશા ન દેખાય ત્યારે આત્યંતિક પગલું ભરી લેતી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની આયશા નામની મહિલાએ આપઘાત અગાઉ બનાવેલો વીડિયો હાલ ચર્ચામાં છે. ત્યારે આયશાની જેમ જ સુરતના ચોક વિસ્તારમાં રહેતી મહિલા પતિના ત્રાસથી કંટાળીને હોપ પૂલ પરથી તાપી નદીમાં કુદવા જઈ રહી હતી. આ દરમિયાન રડતી રડતી જતી મહિલાને જાેઈને રિક્ષા ચાલકને આયશાની ઘટના યાદ આવી જતા તેણે તાપીમાં મહિલા ઝંપલાવે તે અગાઉ હાથ પકડીને બચાવી લીધી હતી. બાદમાં પોલીસને જાણ કરી હતી. રાહદારીઓએ રડતી મહિલાને દિલાસો આપવાની પણ કોશિષ કરી હતી.

આપઘાત કરતી મહિલાને બચાવનાર રિક્ષા ચાલક તોસિફે જણાવ્યું હતું કે,હું રિક્ષા લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન આ મહિલા રડતી રડતી જઈ રહી હતી. મને સવાલ થયો કે શા માટે રડતી હશે. મને અમદાવાદની આયશા યાદ આવી ગઈ એટલે રિક્ષાને ઉભી રાખીને હું હોપ પૂલ પર ગયો અને મહિલા કંઈ અનિચ્છનિય પગલું ભરે તે અગાઉ મે તેનો હાથ પકડી લીધો હતો. બાદમાં મહિલા ખૂબ રડી હતી.

તોસીફે જણાવ્યું હતું કે આયશા આપઘાતની ઘટના તે હજુ ભૂલ્યા નથી. ત્યાં જ આ મહિલા આપઘાત કરવા જઈ રહી હોવાનું મને લાગ્યું હતું. તેને બચાવીને પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તોસીફએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલા બે પુત્રીની માતા છે. તેને તોસિફ ને જણાવ્યું હતું કે પતિ તેને ત્રાસ આપી રહ્યો હતો જેથી તે આ પગલું ભરવા જઈ રહી હતી.

Follow Me:

Related Posts