fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં હવે દિવસમાં ગોવા સહિત ૧૧ ફ્લાઇટ ઉડાન ભરશે


એપ્રિલના પ્રારંભમાં ઇન્ડિગો એરલાઇન્સ કંપની પણ ફ્લાઇટ શરૂ કરશે

લોકડાઉન બાદ અનલોકમાં બસ, ટ્રેન, હવાઇ સેવા પુનઃ શરૂ થયા બાદ ગત જાન્યુઆરી માસથી રાજકોટ સહિતના સૌરાષ્ટ્રભરમાં હવાઇ મુસાફરોની સંખ્યા વધવા લાગી છે, જેમાં સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ એરપોર્ટની હવાઇ સેવામાં ઉત્તરોત્તર વધારો થતાં રાજકોટથી મુંબઇ-દિલ્હી, બેંગ્લુરુની સીધી વિમાની સેવા હાલ કાર્યરત છે. આગામી દિવસો હજુ હૈદરાબાદ, ગોવા સહિતની ફ્લાઇટ શરૂ થવાની શક્યતા છે. રાજકોટ એરપોર્ટમાં એકમાંથી બે ફ્લાઇટ ચાલુ કરાવવામાં વર્ષો લાગી ગયાં, પરંતુ હવે દિવસમાં ૧૧ ફ્લાઇટ ઉડાન ભરશે. આગામી એપ્રિલ મહિનામાં રાજકોટ એરપોર્ટને વધુ ૪ ફ્લાઇટ મળશે.

રાજકોટ એરપોર્ટના ડાયરેક્ટર દિગંતા બારોટ દ્વારા વિવિધ વેપારી સંગઠનોની રજૂઆતોને ધ્યાને લઇ એરલાઇન્સ કંપનીઓને સંચાલન માટે જણાવતા એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ કંપનીએ મુંબઇ, દિલ્હી અને બેંગ્લુરુ જેવાં મેટ્રો શહેરને જાેડતી હવાઇ સેવા કાર્યરત થતાં રાજકોટ એરપોર્ટ એર ફિકવન્સીમાં વધારાથી ધમધમતું થયું છે. રાજકોટ એરપોર્ટ પર હવાઇ મુસાફરોનો સારો ટ્રાફિક થતાં ચાલુ માસના અંતમાં અને એપ્રિલના પ્રારંભે ઇન્ડિગો એરલાઇન્સ કંપની પણ રાજકોટથી મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ, હૈદરાબાદની સીધી વિમાની સેવા શરૂ કરવા તત્પર બની છે.

Follow Me:

Related Posts