તાપસી પન્નૂ અને અનુરાગ કશ્યપના ઘરે ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે અને તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. આ વચ્ચે તાપસી પન્નૂએ આ દરોડાને લઇને પોતાનું મૌન તોડ્યું છે. તાપસીએ એક બાદ એક ટ્વીટ કરી જણાવ્યું કે, ઇન્કમ ટેક્સ વિભાગને શું મળ્યું છે અને આ સાથે તેણે કંગના રનૌતને પણ ટાર્ગેટ કરી છે. આરોપ છે કે, અનુરાગ કશ્યપ અને તાપસી પન્નૂ ૬૫૦ કરોડના ટેક્સ અનિયમિતતામાં સામેલ છે.
ઇન્કમ ટેક્સ વિભાગે બોલીવુડ સ્ટાર્સ સાથે જાેડાયેલા આ મામલે મુંબઇ, પુણે, દિલ્હી અને હૈદરાબાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રાત્રે પુણેમાં અધિકારીઓએ તાપસી અને અનુરાગની પૂછપરછ કરી હતી. હવે આ સમગ્ર મામલે પ્રથમ વખત અભિનેત્રીએ મૌન તોડ્યું છે અને ટિ્વટર પર પોતાની વાત કહી રહી છે. તાપસી પન્નૂએ એક બાદ એક ત્રણ ટ્વીટ કર્યા. તાપસીએ લખ્યું ૩ દિવસથી સંપૂર્ણ સંશોધન બાદ ૩ વસ્તું મળી છે. ૧ મારા કથિત પેરિસના બંગલાની ચાવીઓ. કેમ કે, ગરમીની રજાઓ આવી રહી છે.
તેણે બીજા ટ્વીટમાં લખ્યું- ૨. જે કથિત ૫ કરોડ રૂપિયાની રસીદને મને ફસાવવા માટે મુકવામાં આવી, તે પૈસા મેં ક્યારે લીધા જ નથી. ત્રીજા ટ્વીટમાં તાપસીએ કંગનાને પણ ટાર્ગેટ કરતા લખ્યું, માનનીય નાણામંત્રીના કહેવા પ્રમાણે ૨૦૧૩માં મારા ત્યાં દરોડા પડ્યા હતા. હવે સસ્તી કોપી નથી. તમને જણાવી દઇએ કે, કંગના રનૌત અને રંગોલી ચંદેલ અનેક વાર તાપસીને કંગનાની ‘સસ્તી કોપી’ કહીને ટાર્ગેટ કરી ચૂક્યા છે.
Recent Comments