fbpx
ગુજરાત

રાજ્યમાં પાંચ વર્ષમાં સાઇબર ક્રાઇમની ૧૮૫૯ ફરિયાદો નોંધાઈ, અમદાવાદમાં ૯૨૦ ઘટનાઓ

કોરોના કાળમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વધતાં ઠગાઈની ઘટનાઓ પણ વધવા માંડી છે. ઇન્ટરનેટના વધતા જતા ઉપયોગને કારણે સાઇબર ક્રાઇમમાં દિનપ્રતિદિન વધારો થયો હોવાનું છેલ્લા ૫ વર્ષના આંકડા પરથી કહી શકાય છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલી વિગતો પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં સાઇબર ક્રાઇમની ૧૮૫૯ ફરિયાદો નોંધાઈ હતી, જેમાં ૨૫૬૮ આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

જે પૈકી ૨૨૩૬ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ૩૩૨ આરોપીઓ પકડવાના બાકી હોવાનું રાજ્ય સરકારે રજૂ કરેલા જવાબમાં દર્શાવાયું છે. અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ક્રાઇમની કુલ ૯૨૦ ઘટનાઓ નોંધાઇ છે. આ પૈકી ૨૦૧૯માં ૧૭૫ જ્યારે તેની સરખામણીએ ૨૦૨૦માં ૩૩૪ ઘટનાઓ નોંધાઇ હતી. અમદાવાદ શહેરમાં ૨૦૧૬માં સાયબર ક્રાઇમની ૭૧ ફરિયાદ નોંધાઇ હતી.

૨૦૧૭માં ૧૧૨ જ્યારે ૨૦૧૮માં ૨૨૮ સાથે સાયબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો થયો હતો. પરંતુ ૨૦૧૯માં સાયબર ક્રાઇમની ફરિયાદોનું પ્રમાણ ઘટયું હતું અને ૧૭૫ ઘટના નોંધાઇ હતી. જાેકે, ૨૦૨૦માં સાયબર ક્રાઇમની ઘટનામાં ચિંતાજનક વધારો થયો હતો અને કુલ ૩૩૪ ઘટનાઓ સામે આવી હતી.

Follow Me:

Related Posts