રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા માટે સમયાંતરે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં કોરોના સંક્રમણના કારણે નોકરીદાતા તેમજ રોજગારવાંચ્છુ યુવાનોને એક જગ્યા પર એકત્રીત કરી ભરતીમેળા યોજવાનું ઉચીત જણાતું ન હોવાથી આગામી તા. ૧૩/૩/૨૦૨૧ ના ટેકનોસીમ ટ્રેનીંગ સર્વિસીસ(સુઝુકી મોટર્સ ગુજરાત) બેચરાજી, લાઈફ ગાર્ડ એડવાઈઝરી સર્વિસ પ્રા.લી. અમદાવાદ અને રીલાયેબલ ફર્સ્ટ અમદાવાદ જેવી વિવિધ કંપનીઓમાં ટ્રેઈની અને સેલ્સ એક્ઝીક્યુટીવની જગ્યાઓ માટે વર્ચ્યુઅલ (ઓનલાઈન) ભરતીમેળામાં ભાગ લેવા https://forms.gle/gbs8Ngy58FFcSaCH7 ગુગલ લિંક પર સમયમર્યાદામાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તેમજ આગામી તા. ૨૦/૩/૨૦૨૧ના એઇમ લીમીટેડ ભાવનગર અને વૃંદા પ્લેસમેન્ટ રાજકોટ ખાતેની બ્રાંચ મેનેજર/આસી.બ્રાંચ મેનેજર અને ઓફીસ આસી./સી એન સી ઓપરેટર /માર્કેટિંગ/ટેલી કોલર/રીલેશનશીપ મેનેજર જેવી જગ્યાઓ માટે https://forms.gle/JbSFjFhnxmBG9n847 ગુગલ લિંક ઉપર સમયમર્યાદામાં રજીસ્ટ્રેશન કરાવવું રહેશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીનો સંપર્ક સાધવાનો રહેશે.
આગામી તા. ૧૩ અને ૨૦ માર્ચના રોજગાર ઈ-ભરતીમેળાનું આયોજન

Recent Comments