રાષ્ટ્રીય

મમતા બેનર્જી નંદીગ્રામમાં પોતાની ચૂંટણી હારથી ગભરાઇ ગયાઃ ભાજપ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના વિધાનસભા ક્ષેત્ર નંદીગ્રામમાં ઘાયલ થયા. તેમનો આરોપ છે કે ભાજપે તેમના વિરૂદ્ધ ષડયંત્ર રચ્યું છે. જાે કે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓનું કહેવું છે કે મમતા જુઠ્ઠું બોલી રહ્યા છે. આ પાર્ટીઓનું કહેવું છે કે મમતાને આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પોતાની હાર દેખાય રહી છે, આથી તેઓ મતદાતાઓ પાસેથી સહાનુભૂતિ મેળવવા માટે ઢોંગ કરી રહ્યા છે.

મમતા બેનર્જી પર સૌથી મોટો પ્રહાર પશ્ચિમ બંગાળના મોટા કોંગ્રેસી અને લોકસભામાં પાર્ટી સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ કર્યો. તેમણે કહ્યું કે આ સહાનુભૂતિ મેળવવા માટે રાજકીય ઢોંગ છે. તેમને (મમતા ને) લાગ્યું કે નંદીગ્રામમાં જીતવું મુશ્કેલ છે તો તેમણે ચૂંટણી પહેલાં જ આ નાટક રચ્યું છે. તેઓ માત્ર મુખ્યમંત્રી જ નહીં પોલીસ મંત્રી પણ છે. શું તમે વિશ્વાસ કરી શકશો કે પોલીસ મંત્રીની સાથે એક પણ પોલીસ નહોતા?

બીજીબાજુ ભાજપ પણ કેટલાંક પ્રત્યક્ષદર્શીના હવાલે આખા ઘટનાક્રમને મમતાનો ઢોંગ જ ગણાવે છે. પ્રદેશ ભાજપના ટિ્‌વટર હેન્ડલ પરથી પ્રત્યક્ષદર્શીઓના નિવેદન ટ્‌વીટ કરાયા છે જેમાં કહેવાય છે કે મમતા બેનર્જીને કોઇએ ધક્કો માર્યો નથી. ભાજપે આ નિવેદનની સાથે પ્રશ્ન કર્યો કે શું હાથમાંથી નીકળી ગયેલ (ચૂંટણી) લડાઇમાં સહાનુભૂતિ મત મેળવવાની કોશિશ છે?
પાર્ટીનો દાવો છે કે મમતા નંદીગ્રામમાં પોતાની ચૂંટણી હારની આશંકાથી ગભરાઇ ગયા છે. તેમનો વિશ્વાસ ડગમગી ગયો છે. જાે કે મુખ્યમંત્રીનું કહેવું છે કે આ બધું ભાજપના ષડયંત્રનો હિસ્સો છે. આ બધું જાણીજાેઇને કરાયું છે.

ભત્રીજા અભિષેકનો દાવો- હારશે ભાજપ
મમતાના સાંસદ ભત્રીજા અભિષેક બેનર્જીએ હોસ્પિટલમાં દાખલ ‘દીદી’ની તસવીરની સાથે ટ્‌વીટ કરી છે, ભાજપના લોકો, તમે પોતે જ બંગાળની પ્રજાની તાકાત રવિવાર, ૨ મેના રોજ જાેઇ લેજાે. તૈયાર રહો.

Related Posts