અમરેલીમાં “એઈમ્સ” હોસ્પિટલનો દબદબાભેરપ્રારંભ
અમરેલી જિલ્લાના દર્દી નારાયણના આરોગ્ય માટે અદ્યતન સુવિધા, નિષ્ણાંત અને અનુભવી તબીબોની ટીમ સાથે જિલ્લાની સૌથી શ્રેષ્ઠ હોસ્પિટલ એઈમસ હોસ્પિટલનો મહાશિવરાત્રીના પાવન પર્વે અને પૂ. મોરારિબાપુની શુભેચ્છા અને રાજકીય, સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં દબદબાભેર પ્રારંભ થયો છે.
“સંભાળ એજ સંસ્કૃતિ”ના સૂત્ર સાથે શરૂ થયેલ હોસ્પિટલમાં હૃદયરોગની તમામ સારવાર કરવામાં આવશે. આયુષ્યમાન અને મા કાર્ડ ધારકોને તદ્ર મફતમાં સારવાર કરી આપવામાં આવશે.
અમરેલી જિલ્લાના તમામ ગંભીર રોગોના દર્દીઓને હવે સારવાર અર્થે રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નહીં રહે. અને સ્થાનિક કક્ષાએ તમામ પ્રકારની સારવાર મળી શકશે.
એસ.ટી. ડેપો સામે પ્રારંભ થયેલ “એઈમ્સ” હોસ્પિટલ ખાતે ગઈકાલે કેન્દ્રીય મંત્રી રૂપાલા, ડો. ભરત કાનાબાર, માયાભાઈ આહીર, દિલીપભાઈ સંઘાણી, જીતુભાઈ ડેર સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
Recent Comments