રાજુલાના દેવકા ખાતે દીકરીઓ માટે મફત શિક્ષણની સુવિધાનો લાભ લેવા અનુરોધ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે દેવકા વિદ્યાપીઠ ખાતે અમરેલી, બોટાદ, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, ગીરસોમનાથ એમ ૬ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બી.આર.સી.કો.ઓડીનેટરની બેઠક રાજય કચેરી ખાતેથી મંજૂર થયેલ ગુજરાતનો પ્રથમ પ્રોજેકટ “રેસિડેન્સિયલ સ્કુલ ઓફ એકસલન્સ ફોર ગર્લ્સ” માટે યોજાઈ. રાજય કચેરીના મિશન સ્કૂલ ઓફ એકસલન્સ અન્વયે દેવકા વિદ્યાપીઠ નવા સત્રથી ૩૦૦ દીકરીઓ માટે મફત રહેવા, જમવા અને શિક્ષણ માટે અદ્યતન સુવિધા સાથે કાર્યરત થવા જઈ રહી છે.
રેસિડેન્સિયલ સ્કુલ ઓફ એકસલન્સ ફોર ગર્લ્સ યોજના અનેક દિકરીઓ માટે આશીર્વાદરૂપ સાબીત થશે. અમરેલી જિલ્લાના તથા અમરેલીની આજુબાજુના જિલ્લાના તાલુકાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધો. ૫ થી ધો. ૮ ના વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ એક પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષા આપ્યા બાદ મેરીટમાં આવેલ વિદ્યાર્થીનીઓ વિદ્યાપીઠમાં પ્રવેશ આપવામાં આવશે. ધો.૬ થી ધો.૧૨ સુધીમાં કુલ ૩૦૦ કન્યાઓને નવા સત્રમાં પ્રવેશ આપવામાં આવશે. આપની વ્હાલસોયી દીકરીને જો આ પરીક્ષા અપાવવા માંગતા હોય તો તા.૧૮/૦૩/૨૦૨૧ સુધીમાં www.sebexam.org વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવું જરૂરી છે. ત્યારબાદ પરીક્ષા અને પરીણામ બાદ મેરીટ આધારીત પ્રવેશ આપવામાં આવશે. ધોરણ ૬ થી ૯ સુધીનું શિક્ષણ તથા અન્ય સુવિધાઓ સમગ્ર શિક્ષા દ્વારા પૂરી પાડવામાં આવશે. દીકરીઓના ઉજજવળ ભાવિનું નિર્માણ કરવામાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવે છે.
Recent Comments