‘બિગ બોસ ૧૪’ શો પૂરો થઇ ગયો છે. અને હવે રોહિત શેટ્ટી ટૂંક સમયમાં ‘ખતરો કે ખિલાડી’ની નવી સીઝન સાથે આવી રહ્યો છે. ‘ખતરો કે ખિલાડી ૧૧’ સીઝન માટેની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. ગત સિઝનમાં કરિશ્મા તન્ના વિજેતા બની હતી. ૧૦મી સીઝન પછી ‘ખતરો કે ખિલાડી – મેડ ઇન ઇન્ડિયા’ આવી જેને નિયા શર્માએ જીતી હતી. હવે ‘ખતરો કે ખિલાડી ૧૧’ જલ્દીથી આવવા જઈ રહી છે.
એવું કહેવામાં આવે છે કે “ખતરો કે ખિલાડીનું ૧૧ જૂનના શૂટિંગ શરૂ થશે..” ગયા વર્ષે, ૧૦ મી સીઝન કોરોના રોગચાળાને કારણે ૩ મહિના માટે મુલતવી રાખવામાં આવી હતી. આવી સ્થિતિમાં, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આવનારી સીઝન એટલે કે ‘ખતરો કે ખિલાડી ૧૧’ પણ કોરોનાને કારણે મોડું થઈ શકે છે
‘ખતરો કે ખિલાડી ૧૧’ માં ક્યા હસ્તીઓ સ્પર્ધકો તરીકે જાેવા મળશે, તેની સત્તાવાર ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ૧૧ મી સીઝનમાં રૂબીના અને અભિનવ શુક્લા પણ જાેવા મળશે. આ સિવાય ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ અને ‘લોકડાઉન કી લવ સ્ટોરી’ સ્ટાર મોહિત મલિક પણ ‘ખતરો કે ખિલાડી ૧૧’ માં જાેવા મળી શકે છે.
Recent Comments