અમદાવાદમાં કોરોના સંક્રમણ વધ્યુંઃ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યમાં અને ખાસ કરીને મહાનગરોમાં ફરીવાર કોરોનાનો ફુંફાડો વધ્યો છે. તો ચિંતાજનક બાબત એ છે અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ દિવસેને દિવસે વધી રહ્યા છે.
હાલ અમદાવાદના ઘાટલોડિયા,બોડકદેવ,ગોતા વિસ્તારમાં રહેલા મકાનો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા સ્થાનિકો તથા આસપાસના વિસ્તારોમાં પણ કોરોનાના કેસને લઈને ચિંતા જાેવા મળી છે.
ઉલ્લેખનીય છે કે, ઘાટલોડિયાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં ૩૬ મકાન, સત્ય એપોર્ટમેન્ટમાં ૧૬ મકાન, બોડકદેવના સુરેલ એપોર્ટમેન્ટમાં ૧૨ મકાનો શ્રીક્રિષ્ના એપોર્ટમેન્ટમાં ૧૨ મકાન તથા ગોતાના સત્યમેવ વિસ્ટાના ૨૪ મકાનોને માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરના પશ્વિમ વિસ્તારોમાં કોરોનાના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે તેને લઈને શહેરીજનોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.
Recent Comments