fbpx
બોલિવૂડ

ફિલ્મ ચેહરેના પોસ્ટર્સમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની બાદબાકી

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી વિવાદોમાં ઘેરાયેલી રિયા ચક્રવર્તીને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ગણું બધું સહન કરવું પડ્યું છે. અપકમિંગ ફિલ્મ ‘ચેહરે’ની એક્ટ્રેસ હોવા છતાં તેને ફિલ્મનાં પોસ્ટર્સ કે ટીઝરમાં સ્થાન આપ્યું નથી. પ્રમોશનલ એક્ટિવિટીમાં તે દેખાશે કે નહિ તે પણ નક્કી નથી.

રિપોર્ટ પ્રમાણે, ફિલ્મની ટીમનું ઇન્ટર્નલ ડિસ્કશન થયું હતું કે રિયાને પ્રમોશનમાં સામેલ કરવી કે નહિ? ડિસ્કશનમાં શું નક્કી થયું તે હજુ ખબર પડી નથી. અમિતાભ અને ઇમરાન હાશ્મી સ્ટારર આ ફિલ્મનાં ડિરેક્ટર રૂમી જાફરી છે અને તેઓ રિયાનાં સારા મિત્ર પણ છે.
ગયા વર્ષે જ્યારે સુશાંત કેસમાં ડ્રગ મામલે ફસાયેલી રિયા એક મહિના સુધી જેલમાં રહીને બહાર આવી હતી, ત્યારે રૂમી તેને મળવા ગયો હતો. એ પછી તેણે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, રિયા આવતા વર્ષે કમબેક કરશે. હું હાલમાં જ તેને મળ્યો. તે ચૂપચાપ બેઠી હતી. વધારે વાત ના કરી. તે જે સમયમાંથી પસાર થઇ રહી છે, તેના માટે જવાબદાર કોઈને ના કહી શકાય. સ્થિતિ સારી થવા દો. મને લાગે છે, રિયા પાસે કહેવા માટે ઘણું બધું છે.

Follow Me:

Related Posts