ઓડિયો વાયરલ, ‘કાૅંગ્રેસના નેતાઓ જ કરે છે પાર્ટીનું ચીરહરણ’
કાૅંગ્રેસ કાર્યકર્તા અને નેતાની વધુ એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરસ થઇ છે. જેમાં ચૂંટણીમાં થયેલા પરાજ્ય પર કાર્યકર્તા ભાવુક થઇને પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આ ઓડિયો ક્લિપમાં સાંભળવામાં આવતો અવાજ પૂર્વ કાઉન્સિલર ગણપત પરમાર અને કાૅંગ્રેસ નેતા દીપક બાબરિયા વચ્ચેનો છે. જેમાં કાૅંગ્રેસ નેતા દીપક બાબરિયા રાજીનાનું આપવા સુધીની તૈયારી બતાવી રહ્યાનું સાંભળાઈ રહ્યું છે.
ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ન્યૂઝ૧૮ ગુજરાતી સાથે વાતચીત કરતા પૂર્વ કાઉન્સિલર અને કાૅંગ્રેસ કાર્યકર્તા ગણપત પરમારે જણાવ્યુ હતુ કે, કાૅંગ્રેસ નેતાઓ પાર્ટીને મા કહે છે પરંતુ પાર્ટીમાં રહીને જ તેનું ચીરહરણ કરી રહ્યા છે. હું કાૅંગ્રેસનો સિપાઈ છું. જ્યારે કાૅંગ્રેસ પાર્ટી ચૂંટણી હારે એટલે ચોક્કસ લાગણી દુભાય અને દુઃખ સાથે નેતાઓ સાથે આ રીતે વાતચીત થઇ જાય છે. બની બેઠેલા નેતાઓ પોતાની પ્રોફાઇલ મોટી કરવા માટે દલિત, આદિવાસ, ગરીબોને સહારો લે છે. પરંતુ જ્યારે ખરા કાર્યકર્તાને ટિકિટ આપવાની હોય છે ત્યારે તેમને કેમ ભૂલી જવામાં આવે છે?”
Recent Comments