વેજલપુરમાં માતાએ દસ રૃપિયા ન આપતા ઘરમાં તોડફોડ કરી માતાને માર માર્યો
અમદાવાદના વેજલપુરમાં માતાએ દસ હજાર રૂપિયા પુત્રને ન આપતાં ઘરમાં તોડફોડ કરીને માતાને માર માર્યો હતો. જે બાદ ઘરમાં તૂચેલાં કાચ પર માતાનો હાથ પકડીને ઢસેડતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આથી તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં સગી બહેને સગા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વેજલપુર વિસ્તારમાં રહેતી ચૈતાલી નામની યુવતીના પતિનું ત્રણ મહિના અગાઉ હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેના પિતાનું પણ થોડા સમય પહેલાં બીમારીથી મોત થયું હતું. આથી ચૈતાલીના માતા અને ભાઈ બંને એકલા રહેતા હતા. રવિવારે ચૈતાલીને તેની માતાના પાડોશીએ ફોન કરીને જાણ કરી કે તારો ભાઈ જીગર તારી માતાને ફટકારે છે. જેથી ચૈતાલી ત્યાં આવી પહોંચી હતી.
તે વખતે ચૈતાલીને જાણવા મળ્યું કે જીગરે સવારે તેની માતા મધુ પાસે દસ હજાર માગ્યા હતા. આ બાદ તેણે ફરીથી બીજા દસ હજારની માગણી કરતાં માતાએ પૈસા ન હોવાથી ના પાડી હતી. જેથી જિગરે માતા સાથે ઝઘડો કરી અને ઘરનું ફર્નિચર તેમજ બારીના કાચ લોખંડની પાઈપથી તોડવા લાગ્યો હતો. જે બાદ જીગરે માતાને પણ લોખંડની પાઈપના ચાર ફટકા માર્યા હતા. આથી બહેન માતાને બચાવવા વચ્ચે પડી હતી.
Recent Comments