પાલનપુરમાં ધર્મના ભાઇએ સગીર બહેન પર દુષ્કર્મ આચરતા ખળભળાટ મચ્યો
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના એક ગામમાં એક યુવકે ધર્મની બહેન બનાવ્યા બાદ સગીરા સાથે ચાકુની અણીએ ધાકધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ સગીરા પ્રેગનેન્ટ બનતા સંમતી વગર જ ગર્ભપાત કરાવી નાખ્યો હતો. આ ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલે સગીરાએ તેની જાણ બહાર ગર્ભપાત કરાવનાર તબીબ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના આકેડી ગામે રહેતો દિનેશ સોલંકી ગામમાં રહેતી એક સગીરાને ધર્મની બેન કહેતો હતો અને તેની પાસે રાખડી બંધાવતો હતો. દિનેશ એક દિવસ સગીરાની એકાલતાનો ગેરલાભ ઉઠાવી તેણીને છરી બતાવી ગ્રામ પંચાયતના જર્જરિત મકાનમાં લઇ ગયો હતો. અહીં સગીરા સાથે દુષ્કર્મ આચરી જાે આ વાત કોઈને કહશે તો સગીરાને ભાઈને મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી.
યુવકની આવી ધમકીથી ભયભીત થયેલી સગીરાએ આ વાત કોઈને કરી ન હતી. જે બાદમાં ત્રણ દિવસ બાદ ફરી દિનેશ સગીરાને તે જગ્યા પર લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાક્રમ ચાલુ જ રહેતા સગીરાને છ માસનો ગર્ભ રહી ગયો હતો. જે બાદમાં દિનેશ, મોતીભાઈ સોલંકી અને મૂળીબેન સોલંકી સગીરાને સંમતી વગર જ પાલનપુરના ડૉક્ટર હાઉસમાં આવેલી ઇવા કેર નામની હૉસ્પિટલ ખાતે લઈ ગયા હતા. અહીં સગીરાનો ગર્ભપાત કરાવી નાખ્યો હતો.
જે બાદમાં સગીરાએ દિનેશ સોલંકી તેમજ ગર્ભપાત કરાવવામાં મદદરૂપ થનારા મોતીભાઈ સોલંકી, મૂળીબેન સોલંકી અને ઈવા કેર હૉસ્પિટલના તબીબ સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.
Recent Comments