ગામડામાં કોરોના ફેલાયો તો રોકવો મુશ્કેલ બનશેઃ મોદી
દેશનાં અનેક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી બેઠકમાં પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને મહત્વનો સંદેશ આપ્યો હતો. પીએમ મોદી કહ્યું હતું કે, નાના શહેરોમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવું જરૂરી છે. આથી નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવું પડશે. કોરોનાની રસીના બગાડને લઈને પણ પીએમ મોદીએ કેટકાલ રાજ્યોને ઠપકો આપ્યો હતો. પીએમ મોદીએ લોકોને ચિંતિત ના થવાની પણ અપીલ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને રસીકરણ અભિયાનની સમીક્ષા કરતા કહ્યું હતું કે, લોકો માટે મુશ્કેલીઓ ઉભી નથી કરવી પરંતુ કોરોનાની વેવને અહીં નહીં રોકીએ તો ચિંતા વધી જશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના મુખ્યમંત્રીઓની બેઠક યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, દુનિયામાં અનેક કોરોના પ્રભાવિત દેશ એવા છે, જ્યાં કોરોનાની અનેક લહેર સામે આવી છે. આપણે ત્યાં પણ કેટલાક રાજ્યોમાં અચાનકથી કેસ વધવા લાગ્યા છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પોઝિટિવ કેસ વધ્યા છે. જાે કોરોનાની આ વેવને અહીં જ રોકવામાં નહીં આવે તો દેશવ્યાપી અસર જાેવા મળી શકે છે. ઁસ્ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે. જાે કોરોના વાયરસગ ગામડાઓમાં ફેલાઈ જશે તો તેને રોકવો મુશ્કેલ બની જશે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, કોરોનાના વેક્સીનેશનની ઝડપ વધારવામાં આવી જાેઈએ. તેલંગાના-આંધ્ર પ્રદેશ-ઉત્તર પ્રદેશમાં વેક્સીન વેસ્ટના આંકડા ૧૦ ટકા સુધી પહોંચ્યા છે. આમ બિલકુલ થવું ન જાેઈએ. દેશમાં આપણે લોકો સરેરાશ ૩૦ લાખ વેક્સીન ડોઝ આપી રહ્યા છે. વેક્સીનના બગાડને રોકવો પડશે.
ઁસ્ મોદીએ આ ઉપરાંત કહ્યું હતું કે, ટેસ્ટ-ટ્રેક અને ટ્રીટને ફરીથી ગંભીરતાથી લેવા જાેઈએ. ટેસ્ટિંગની સંખ્યાને વધારવી પડશે. ઇ્-ઁઝ્રઇ ટેસ્ટની સંખ્યા ૭૦ ટકાથી ઉપર લાવવી જાેઈએ. કેરળ-ઉત્તર પ્રદેશ-છત્તીસગઢમાં હજી પણ રેપિડ ટેસ્ટિંગ જ કરવામાં આવે છે, જે ચિંતાનો વિષય છે.
તેમણે ઉમેર્યું હતું કે, હાલ કોરોના પર કાબૂ મેળવવો અત્યંત આવશ્યક છે, નહીંતર સ્થિતિ વણસી શકે તેવી સંભાવનાઓ રહી છે. દેશમાં કોવિડ વેક્સિનેશન સફળતા પૂર્વક ચાલી રહ્યું છે. અત્યારે ભારતમાં કોરોના મહામારીના કારણે મૃત્યુંદર ઘણો ઓછો છે. પરંતુ સ્થિતિની ગંભીરતાને સમજીને કેસોને રોકવા માટે અત્યારથી જ પગલા લેવાની શરૂઆત કરી દેવાનું સૂચન તેમણે કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું હતું કે, જાે આપણે મહામારીને નહીં રોકી શકીએ તો તે એક રાષ્ટ્રીય પ્રકોપ જેવી સ્થિતિ પેદા કરી શકે છે. આપણે જેમ બને તેમ જલદી કોરોના વાયરસની બીજી લહેરને રોકવી જાેઈએ. આ માટે આપણે ઝડપથી નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે કોરોના વિરુદ્ધ દેશની લડતને એક વર્ષથી વધુ થઈ રહ્યું છે. ભારતના લોકોએ કોરોનાનો જે પ્રકારે સામનો કરી રહ્યા છે, તેને લોકો ઉદાહરણ તરીકે જાેવામાં આવી રહ્યું છે. આજે દેશમાં ૯૫ ટકાથી વધુ કેસ રિકવર થઈ ચૂક્યા છે. મૃત્યુદરમાં પણ ભારત સૌથી ઓછા દરવાળા દેશોમાં છે.
પીએમ મોદી સાથેની આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને છત્તીસગઢના ઝ્રસ્ ભૂપેશ બધેલ આમાં સામેલ થયા નહોતા. પશ્ચિમ બંગાળ સરકાર તરફથી ચીફ સેક્રેટરી ઉપસ્થિત રહ્યાં હતાં. તો છત્તીસગઢ તરફથી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહ દેવ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments