fbpx
સૌરાષ્ટ - કચ્છ

જુનાગઢના યુવાનોને લગ્ન કરીને છેતરપિંડી કરનાર લુંટેરી દુલ્હનને પોલીલે પકડી પાડી

લગ્ન વાંછુક યુવકોને છેતરનારી લુંટેરી દુલ્હન સાથે અન્ય ૪ વ્યક્તિઓને જૂનાગઢ પોલીસે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના આંબલિયા ગામના એક લગ્ન વાંછુક યુવકને જાળમાં ફસાવીને તેની સાથે અંદાજિત ૩ લાખ કરતા વધુના દાગીના અને રોકડ રકમની છેતરપિંડી કરીને લુટેરી દુલ્હન પલાયન થઇ ગઇ હતી. આંબલિયા ગામના પટેલ યુવકે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લુંટેરી દુલ્હનને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે રાજકોટના પોપટપરા વિસ્તરામાં આરોપીઓ હોવાની શક્યતાને પગલે તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢ પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે છટકું ગોઠવીને રાજકોટના પોપટપરા વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં ભરત રાજગીર સામે લગ્ન માટે પ્રસ્તાવ મુકતા લુંટેરી દુલ્હન ભગવતી ઉર્ફે અંજલી અને તેની માતા ધનુબેન કુબેરનગર છારામ માંની ચાલી અમદાવદ તેમજ અનિરુદ્ધસિંહ ભાવનગર માં રહેતા હતા. તેઓ રાજકોટ મુકામે જવા રવાના થયા હતા. રાજકોટ આવતાની સાથે પોલીસે તમામને પકડી પાડ્યા હતા અને સમગ્ર લૂંટેરી ગેંગનો પર્દાફાશ થયો હતો. લગ્ને લગ્ને કુંવારી ભગવતી ઉર્ફે અંજલી અને અન્ય ૫ આરોપીઓને જૂનાગઢ પોલીસ મથકમાં લાવીને આકરી પૂછપરછ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts