fbpx
ગુજરાત

વડોદરામાં કુરિયર ડિલિવરીની આડમાં ઓનલાઇન વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

વડોદરામાં કુરિયર ડિલિવરીની આડમાં કારમાં ઓનલાઈન વરલી મટકા જુગારનો સટ્ટો રમાડતા શખ્સને પીસીબી પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડી ૫.૩૦ લાખ ઉપરાંતની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

વડોદરા શહેરની પસીબી પોલીસની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે શહેરના જુદાજુદા વિસ્તારમાંથી જયાનંદ સદાનંદ ગાઠેકર પોતાની ઇકો કારમાં કુરિયર ડીલવરીની આડમાં મોબાઇલ ફોન દ્વારા વરલી મટકાનો જુગાર જમાડે છે. જે ઇકો કાર વુડા ચાર રસ્તા પાસેથી પસાર થવાની છે. ઉપરોક્ત બાતમીના આધારે પોલીસે સેવન સ્કાય કોમ્પલેક્ષ પાસેની ગિરધર સોસાયટી ખાતે વોચ ગોઠવી બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થતાં તેને કોર્ડન કરી અટકાવી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં કાર ચાલક જયાનંદ જયાનંદ સદાનંદ ગાઠેકર ( રહે- સાઈનાથ સોસાયટી, વાસણા ભાયલી રોડ, વડોદરા) હોવાનું સામે આવ્યું હતું.

Follow Me:

Related Posts