fbpx
સૌરાષ્ટ - કચ્છ

જેતલસર ગામે સગીરાની હત્યાના વિરોધમાં ગામ સજ્જડ બંધ

જેતપુર તાલુકાના જેતલસર ગામે સગીરાની હત્યાના વિરોધમાં ગામ સજ્જડ બંધ રહ્યું. ગઈકાલે ગામની સૃષ્ટિ રૈયાણીની તેના ઘરમાં જ હત્યા કરવામાં આવી હતી. ગામના લોકોએ આજે ધંધા રોજગાર બંધ રાખી આરોપીને પકડવાની અપીલ કરી છે. જયેશ સરવૈયા નામના યુવાને સગીરાની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. સગીરાના માતા-પિતા ખેતરમાં હતા ત્યારે તેના ઘરમાં ઘૂસીને જ હત્યા કરવામાં આવી હતી. પ્રેમ પ્રકરણમાં યુવતીની હત્યા કરવામાં આવી હતી. જે બાદ ગામ બંધ રાખવામાં આવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગામ લોકો અને પોલીસે પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો, પણ છતાં તેઓ માન્યા નથી.

ગઈ કાલે જેતપુર તાલુકાના જેતલસર ગામમાં એક સગીરાની ભર બપોરે હત્યા થઈ હતી. ગામમાં રહેતા કિશોરભાઈ રૈયાણીની દીકરી શ્રુષ્ટિ રૈયાણીની હત્યા તેના જ ઘરે કરવામાં આવી હતી. તેના પ્રેમી દ્વારા અસંખ્ય છરીના ઘા મારી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. જેના વિરોધમાં આજે જેતલસર ગામ સજ્જડ બંધ રહ્યું છે. આજે ગામના લોકો સ્વયંભૂ એકઠા થયા હતા અને ગામના તમામ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. સાથે સાથે મૃતક શ્રૃષ્ટિના પરિવારજનોએ માંગ કરી કે, હત્યારા જયેશ સરવૈયાની જાહેરમાં સરભરા કરવામાં આવે અને જ્યાં સુધી જયેશની જાહેરમાં સરભરા કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતક સગીરાની લાશ સ્વીકારવામાં નહિ આવે. ગામના બંધના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી જાળવવામાં આવી રહી છે. ભેગા થયેલા ગામ લોકો સાથે પોલીસે વાત કરી તેના પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલો થાળે પાડવા તંત્રએ ભારે દોડધામ કરી હતી.

Follow Me:

Related Posts