કોંગ્રેસ નેતા અપૂર્વ પટેલ વિરુદ્ધ અર્બન સુપરવાઇઝરને હેરાન કરવાનો આરોપઃ પોલીસ ફરિયાદ
અમદાવાદના ખોખરા વોર્ડમાં કોંગ્રેસની ટિકિટ પર કોર્પોરેશનની ચૂંટણી લડી ચુકેલા અપૂર્વ પટેલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર શહેરી આરોગ્ય કેન્દ્રમાં અર્બન સુપરવાઈઝરને હેરાન કરવાનો આરોપ છે. મહિલા સુપરવાઇઝરે ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. મહિલાએ ખોખરા મસ્ટર સેન્ટરના મુકદમ જગદીશ સોસોઢા અને તેમના પુત્ર પુત્ર અર્જુન સોઢા સામે પણ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, અપૂર્વ પટેલે ડોક્ટર ભાવિન સોલંકી ઉપર દબાણ કર્યું હતું અને તેનું ટ્રાન્સફર ઓર્ડર પાસ કરાવ્યો હતો. તે જ સમયે, જગદીશ સોઢાએ પણ ૮૦ થી વધુ લોકોને મોકલ્યા અને તેમના પર હુમલો કર્યો. તેમનો દીકરાને નોકરી પર આવતો ન હોવા છતાં પણ તેની હાજરી ભરવા માટે દબાણ કરતા હતા.
આપને જણાવી દઈએ કે, આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ચૂંટણીમાં ખોખરા વોર્ડમાં કોંગ્રેસ તરફથી ઉભા રહેલા અને હારેલા ઉમેદવાર અપૂર્વ પટેલ સામે આક્ષેપ કર્યો છે કે અપૂર્વ પટેલે તેમના ફેસબુક આઈડી પર જાણી જાેઈ તેઓ અનુસૂચિત જાતિની મહિલા હોય અને અમારા વિરુદ્ધ ખરાબ અને અપમાનજનક લખાણ લખી ફોટો, તેમજ એક જૂનો વીડિયો વાયરલ કર્યો હતો.
આ અંગે તેમણે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જાેકે, કોંગ્રેસના અગ્રણી અપૂર્વ પટેલ સહિતના નેતાઓ ખોખરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમની પાસે માફી માંગી હતી. જે બાદ મામલો થાળે પાડ્યો છે. જાે કે આ પછી અર્જુન સોઢાએ તેને અપૂર્વ પટેલના નામની ધમકી આપી હતી. અપૂર્વ પટેલે તેમના નામે ફેક ફેસબુક આઈડી બનાવીને તેની વિરુદ્ધ એક ઝુંબેશ પણ શરૂ કરી હતી.
અપૂર્વ પટેલ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. હાલ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Recent Comments