ધારી – ખાંભા – બગસરાના ૧૧ કરોડના રોડના કામો મંજૂર
*ધારાસભ્ય જે વી કાકડીયાની સતત રજૂઆત બદલ પાકા અને સુવાળા માર્ગ બનશે*
*ધારી – બગસરા – ખાંભા* વિસ્તારમાં ૧૧ કરોડના રોડના કામો ધારાસભ્ય જે વી કાકડીયાની વ્યાજબી રજૂઆત બાદ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યા છે
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા પત્રના માધ્યમથી ધારાસભ્ય જે વી કાકડીયાને સ્પષ્ટ કરાઈ છે કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આપની સતત રજૂઆતોને ધ્યાન પર લઈ આપના મત વિસ્તારમાં કુલ ૧૧ કરોડના કાચા થી ડામર રોડ મંજૂર કરવામાં આવ્યા છે જેના જોબ નંબર સાથે લેખીત ફાળવવામાં આવ્યું છે જે આ મુજબ છે
ધારી તાલુકો
૧ – નવાચરખા – સિમરણ રોડ
૧૯૫ લાખ
૨ – કોઠાપિપરીયા – કાગદડી રોડ
૨૬૦ લાખ
બગસરા તાલુકો
૧ – રફાળા – સાપર રોડ
૧૨૦ લાખ
૨ – ખીજડીયા – હુલરીયા રોડ
૪૫ લાખ
ખાંભા તાલુકો
૧ – નાનીધારી – તાતણીયા રોડ
૧૫૦ લાખ
૨ – ઉમરીયા – પિપળવા રોડ
૧૭૦ લાખ
૩ – દિવાનસરકડીયા મોટા – સરકડીયા રોડ
૧૬૦ લાખ
Recent Comments