fbpx
ગુજરાત

અમદાવાદની મહિલાએ કહેવાતી દીકરીને ૧૮ વખત પરણાવી ૧૮ યુવાનને ખંખેર્યા

જૂનાગઢ તાલુકા આંબલીયા ગામના યુવાન સાથે લગ્નના નામે છેતરપીંડી આચરનાર ગેંગના ૩ મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ બાદ રિમાન્ડ મંજુર થતા તેમની પુછપરછમાં આંબલીયાના યુવાન ઉપરાંત અન્ય ૧૭ યુવકો સાથે લગ્નના નામે છેતરપીંડી કર્યાની કબૂલાત આપી છે.

રિમાન્ડ બાદ પાંચેય આરોપીઓને જેલહવાલે કરાયા છે. જૂનાગઢ તાલુકાના આંબલિયા ગામના વતની અને ખેતીકામ કરતા યુવાન સતિષભાઈ સવજીભાઈ પટોળીયાની ફરીયાદ આધારે ખોટા નામ આપી, ખોટા પુરાવાઓ આપી, ગુન્હાહિત કાવતરું રચી, લગ્ન કરવાના બહાને છેતરપિંડી કરવા અંગે ગુન્હો નોંધી, આરોપીઓ હંસાબેન ઉર્ફે ધનુબેન ઉર્ફે નેહાબેન પ્રકાશસિંહ મોહનસિંહ વાઘેલા (ઉ.વ. ૫૦) અંજલીબેન ઉર્ફે ભગવતીબેન ઉર્ફે ભાગ્યવતી ઉર્ફે ચકો પ્રકાશસિંહ મોહનસીંહ વાઘેલા (ઉ.વ. ૨૧), (રહે. બન્ને અમદાવાદ કુબેરનગર, છારાનગર મામાની ચાલી) અનિરુદ્ધસિંહ ઉર્ફે મુન્નાભાઈ ખુમાનસિંહ ગોહીલ (ઉ.વ. ૪૦) (રહે. ઉખરંલાગામ તા.ઘોઘા.જી.ભાવનગર) ભરતભાઈ ગીરધરભાઈ મહેતા (ઉ.વ.૫૨) તથા અરુણાબેન ભરતભાઈ ગીરધરભાઈ મહેતા (ઉ.વ. ૫૪) (રહે. બન્ને હાલ રાજકોટ, પોપટપરા શેરી નં. ૦૪, રામદેવ મંદિર પાછળ હશીનાબેન મુસ્લીમના મકાનમાં ભાડેથી મુળ રહે. મોણવેલગામ તા.ધારી જી.અમરેલી)ની ધરપકડ કરી પાંચ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

જાેકે આ તપાસ દરમિયાન ખૂલ્યું કે આરોપી ટોળકીના મુખ્ય સૂત્રધાર મુખ્ય આરોપી હંસાબેન દ્વારા પોતાની દિકરી હોવાની ખોટી ઓળખ આપી ભાગ્યવતી ઉર્ફે અંજલી સાથે ૧૮ લોકોના લગ્ન કરાવ્યા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે. દરમિયાન લુંટેરી દુલ્હન ભાગ્યવતી મુળ આંધ્રપ્રદેશના શ્રીરંગરાજુપાલમ ગામની વતની હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં અંજલી ઉર્ફે ભગવતી ઉર્ફે ભાગ્યવતી ઉર્ફે ચકોની સત્ય હકિકત જાણવા કોર્ટમાં ૧૦ દિના રિમાન્ડની માંગ કરાઇ હતી જેમાં કોર્ટે ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Follow Me:

Related Posts