fbpx
ગુજરાત

શામળાજી બાદ હવે અંબાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો સાથે મંદિરમાં નહીં મળે પ્રવેશ

શામળાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર ભક્તોને પ્રવેશ પર પાબંધીનો મુદ્દો અટક્યો નથી ત્યાં તો ગુજરાતના વધુ એક મંદિરમાં આ પ્રકારનો નિયમ લાગૂ કરી દીધો છે. શામળાજી મંદિર ટ્રસ્ટ બાદ અંબાજી મંદિર ટ્રસ્ટએ ર્નિણય લીધો છે કે વેસ્ટર્ન લુકવાળા કપડાં પહેરીને શ્રદ્ધાળુ મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી. મંદિરના પ્રવેશ દ્રાર પર આ સૂચનાનું બેનર પણ લગાવવામાં આવ્યું છે.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્રારા કહેવામાં આવ્યું છે કે ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચ્યા બાદ મંદિર વહિવટીતંત્રએ ર્નિણય લીધો છે કે મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારને પ્રવેશ આપવામાં નહી આવે. જાેકે મંદિર ટ્રસ્ટનું એ પણ કહેવું છે કે આ નિયમ જૂનો છે પરંતુ બોર્ડ ખરાબ થઇ જતાં નવું બોર્ડ લગાવવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં શામળાજી મંદિરમાં નાના વસ્ત્રો પહેરીને આવનારને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જાે કોઇ નાના કપડાં પહેરીને આવે છે તો તેમને પીતાંબર પહેર્યા બાદ જ પ્રવેશ મળશે.

અંબાજી મંદિર પહેલાં ગુજરાતના અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર ટ્રસ્ટે ટૂંકા કપડાં પહેરનારા મુસાફરોને પ્રવેશને અનુમતિ ન આપવાનો ર્નિણય કર્યો છે. ટ્રસ્ટનું કહેવું છે કે મંદિરમાં ટૂંકા કપડાં પહેરીને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિરમાં ટૂંકા કપડાં પહેરીને આવનારને પીતાંબર પહેર્યા બાદ જ પ્રવેશની અનુમતિ મળશે.

Follow Me:

Related Posts