fbpx
અમરેલી

સામાજીક અને આર્થીક વિકાસ માટે પાટનગર હૈદરાબાદ ખાતે તેલંગાણાના આરોગ્ય મંત્રી રાજેન્દ્રજી – દિલીપ સંઘાણી મૈત્રી મૂલાકાત

સારૂ સ્વાસ્થ એ તંદુરસ્તીની અને સારૂ ઉપાર્જન એ સહકારની નિશાની

સમાજમા આરોગ્ય અને સહકાર બન્ને ક્ષેત્રો જવાબદારીપૂર્ણ – રાજેન્દ્ર
સુશ્રી ગીતાબહેન સંઘાણી, જીલ્લા સહકારી સંઘના પ્રમુખ મનિષ સંઘાણી ઉપસ્થિત રહયા

સારા સ્વાસ્થ માટે આરોગ્ય કેર અનિવાર્ય એમ સ્વરોજગારી માટે સહકાર ની અનિવાર્ય હોવાનું આજે તેલંગાણા રાજયના પ્રવાસે રહેલા એન.સી.યુ.આઈ.ના ચેરમેન દિલીપ સંઘાણી એ પાટનગર હૈદરાબાદ ખાતે આરોગ્ય મંત્રી રાજેન્દ્રજી સાથે મૈત્રીસભર શુભેચ્છા મૂલાકાતવેળા જણાવેલ, આ તકે આરોગ્ય મંત્રી એ પણ સમાજમા આરોગ્ય અને સહકારી ક્ષેત્રો ખુબ જ જવાબદારીભર્યા ગરિમાપૂર્ણ સ્થાનો હોવાનું જણાવી વિચારોનું આદાન–પ્રદાન કરેલ હતું મૂલાકાત સમયે ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીના ચેરપર્સન સુશ્રી ગીતાબેન સંઘાણી, અમરેલી જીલ્લા સહકારી સંઘના પ્રમુખ– યુવા અગ્રણી મનીષ સંઘાણી ઉપસ્થિત રહેલ.

દિલીપ સંઘાણીએ રાજયની કુદરતી સંપદાનું જતન અને સર્વાગી વિકાસને બિરદાવ્યો હતો જયારે મંત્રી રાજેન્દ્રજી એ દિલીપ સંઘાણી સહિત સૌના સ્વાગત સાથે સમગ્ર દેશની સહકારી પ્રવૃતિને આંતરરાષ્ટ્રિય ફલક પર પ્રસ્થાપિત કરવામા દિલીપ સંઘાણીના પ્રયાસને અને સમગ્ર દેશમા ગુજરાતની સહકારી પ્રવૃતિની અલગ ઓળખને બિરદાવી હતી. સંઘાણીના માર્ગદર્શન તળે અમરેલી જીલ્લા બેંક – જીલ્લા દૂધ સંઘનું પ્રતિનિધિ મંડળ સહકારી પ્રવૃતિઓનો ગહન અભ્યાસ કરી રહેલ છે જે નોંધનીય બાબત છે.

Follow Me:

Related Posts