સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના નવા જિલ્લા પંચાયત પ્રમુખે કોંગ્રેસ પર ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવતાની સાથે જ નવનિયુક્ત પ્રમુખ ભુપત બોદર દ્વારા કોંગ્રેસ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. આજે જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ ભુપત બોદર દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસના કાળમાં પાછલા ૫ વર્ષ દરમિયાન ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, ૩ વર્ષની ગેરેન્ટીવાળો સિમેન્ટ રોડ માત્ર ૩ મહિનામાં જ તૂટી ગયો છે.

ભુપત બોદરે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયતના બિલ્ડીંગમાં જ બનેલા સિમેન્ટ રોડમાં ગેરરીતિ અને ભ્રષ્ટચાર થયો છે. ૩ વર્ષની ગેરેન્ટીવાળા સિમેન્ટ રોડ માત્ર ૩ મહિનામાં જ તૂટી ગયો છે. બિલ્ડીંગની ફરતે બનેલા સિમેન્ટ રોડમાં ખાડા પડી ગયા હતા. આ કામમાં ગેરરીતિ અંગે જરૂર જણાય તો ફોજદારી અને એસીબીની પણ મદદ લેવામાં આવશે. એક માત્ર કામ નહીં પરંતુ જિલ્લા પંચાયતમાં જ્યાં જ્યાં જનતાના પૈસાનો દુરુપયોગ થયો છે તેને ખુલ્લો પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તપાસ બાદ કૌભાંડ અને ભ્રષ્ટાચારમાં જે કોઇની સંડોવણી ખુલશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પછી તે અધિકારી હોય કે પદાધિકારી
.
રાજકોટ જિલ્લા પંચાયતમાં રોડ ભ્રષ્ટાચારમાં સાગઠીયા કન્સ્ટ્રક્શનને કામ આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ કંપની દ્વારા ગેરેન્ટેડ રોડ બનાવવામાં આવ્યા છે. ૩ વર્ષની ગેરેન્ટીવાળા રોડ ૩ મહિનામાં તૂટી ગયા છે એટલે કે ગેરરીતિ આચરી છે તેવો આક્ષેપ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. આવતા દિવસોમાં આ કંપનીને બ્લેકલીસ્ટ કરવા સહિતની તૈયારી દાખવવામાં આવી છે.

Related Posts