દ્વારકા બાદ વિરપુર જલારામ બાપા મંદિર પણ હોળીના તહેવારોમાં બંધ રહેશે
ગુજરાતમાં કોરોનાના કેસો અંકુશમાં નહીં આવતા દ્વારકા મંદિર બાદ વિરપુરનું પ્રસિદ્ધ જલારામ બાપા મંદિર પણ દિવાળીના તહેવારોમાં બંધ રાખવાનો ર્નિણય લેેવાયો છે. કોરોનાનો કેર વધવાની સાથે સરકાર ગાઇડલાઇનનું કડક પાલન કરાવવાની કોશીશ કરી રહી છે. આ મહિને હોળી પણ છે. ત્યારે હોળી-ધુળેટીના પવિત્ર દિવસોમાં લોકો મોટી સંખ્યામાં મંદિરે જતા હોય છે. જેના કારણે દ્વારકા મંદિર બાદ વિરપુરનું જલારામ બાપાનું મંદિર પણ ચાર દિવસ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. દ્વારકા મંદિર ૨૭થી ૨૯ માર્ચ સુધી બંધ રહેશે.
વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામ બાપાનું મંદિર ૨૭થી ૩૦મી માર્ચ સુધી બંધ રાખવાનો ર્નિણય કરાયો છે. કોરોના સંક્રમણ વધે નહીં તે માટે હોળી-ધુળેટીના તહેવારને કારણે વીરપુર જલારામ મંદિર શનિ, રવિ, સોમ અને મંગળ એમ ચાર દિવસ ભાવિકો માટે બંધ રહોશે.
અગાઉ દ્વારકા મંદિરના સંચાલક, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે પરામર્શ કરી મંદિર ફુલડોલોત્સવ દરમ્યાન મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો ર્નિણય લીધો. નોંધનીય છે કે ૨૮મી તારીખે હોળીનો પવિત્ર પર્વ છે. જેના કારણે ફુલડોલોત્સવની ઉજવણીમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા આવતા હોય છે. પરંતુ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો.
Recent Comments