fbpx
રાષ્ટ્રીય

કોરોનાનો ખતરનાક ફૂંફાડો, પાંચ મહિના બાદ કેસ ફરી ૫૦,૦૦૦ને પાર, દેશમાં એક્ટિવ કેસનો આંકડો ૪ લાખની એકદમ નજીક પહોંચ્યો

ભારતમાં કોરોના વાયરસ ફરી એકવાર બેકાબુ બન્યો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. કોરોના વાયરસના કેસ વધતા રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દરી એકવાર ૫૩ હજારથી વધારે લોકો કોરોના પોઝિટિવ જણાયા છે. લગભગ ૫ મહિના બાદ ભારતમાં કોરોનાના દર્દીઓનો આંકડો ૫૦ હજારને પાર પહોંચી ગયો છે જે ખરેખર ડરામણો છે.

સાથે જ કોરોના વેક્સીનેશન પણ પોતાની ગતિએ ચાલી રહ્યું છે. છેલ્લા ૨ મહિનામાં દેશમાં ૫ કરોડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતની ૧૩૭ કરોડની આબાદીના કારણે વેક્સીનેશનની ગતિ ઘટી છે. જે રીતે કેસ વધવાના શરૂ થયું છે તે રીતે હર્ડ ઈમ્યુનિટી આવવાનો અણસાર ઓછો છે.

એક દિવસમાં દેશમાં કોરોનાના ૫૩ હજાર ૪૧૯ નવા કેસ આવ્યા છે. સામે એક દિવસમાં દેશમાં કોરોનાથી ૨૬ હજાર ૫૭૫ દર્દી સાજા પણ થયા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી ૨૪૯ દર્દીના મૃત્યુ પણ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ ૩ લાખ ૪૯ હજાર ૯૫૬ થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ ૧ કરોડ ૧૭ લાખ ૮૭ હજાર ૧૩ સુધી પહોંચી ચૂક્યા છે. કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા ૧ કરોડ ૧૨ લાખ ૨૯ હજાર ૫૯૧ થઈ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧ લાખ ૬૦ હજાર ૭૨૬ સુધી પહોંચી ચૂક્યો છે.

દેશમાં સૌથી વધારે ભયાવહ સ્થિતિ મહારાષ્ટ્રની છે. અહીં ૨૪ જ કલાકમાં ૩૧ હજારથી વધારે કોરોના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં લગભગ દરરોજ કોરોના નાવયરના નવા કેસ પોતાના જ જુના રેકોર્ડ તોડી રહ્યો છે. પરિણામે રાજ્યના અનેક શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં હવે એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને અઢી લાખે પહોંચી ગઈ છે. આ સંખ્યા દેશના તમામ રાજ્યોમાં સૌથી વધારે છે.

ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં મે ૨૦૨૦ બાદ સૌથી વધુ તેજી જાેવા મળી છે. ગત એક અઠવાડિયામાં ભારતમાં દરરોજ સરેરાશ ૪૨૧૬૨ નવા કેસ સામે આવ્યા છે, જે ૨૮ નવેમ્બર ૨૦૨૦ બાદથી સૌથી વધુ સાપ્તાહિક સરેરાશ છે. ગત અઠવાડિયે આ સંખ્યા ૨૫૧૩૭ હતી. ગત અઠવાડિયાની તુલનામાં આ અઠવાડિયે દરરોજ ૭.૭% વધુ નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં કોવિડ ૧૯ના દૈનિક કેસ ફક્ત ૧૧ દિવસમાં ૨૦ હજારથી ૪૨ હજાર પહોંચી ગયા છે, જ્યારે પહેલી લહેર દરમિયાન ૩ જુલાઇ અને ૨૪ જુલાઇ દરમિયાન ૨૦,૦૦૦ થી ૪૨,૦૦૦ સુધી પહોંચવામાં ૨૧ દિવસની તુલમાં ૧૦ દિવસ બાકી છે.

હાલ જે રેટને ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. જાે આ તેના પર રોક નહી લાગે તો ભારતનો દર ૨૭ માર્ચ સુધી અમેરિકા અને ૨ એપ્રિલ સુધી બ્રાજીલ કરતાં આગળ નિકળી જશે. અત્યારે બ્રાજીલ દુનિયાના સૌથી મોટા કોવિડના હોટસ્પોટ છે અને અહીં સરેરાશ દરરોજ ૭૫૫૭૦ નવા કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ અમેરિકામાં ગત અઠવાડિયે કોવિડ ૧૯ ના સરેરાશ ૫૪૧૪૧ નવા કેસ સામે આવ્યા હતા.

Follow Me:

Related Posts