fbpx
ગુજરાત

વડોદરા ઇન્કમટેક્સ ઓફિસમાં કોરોનાનો વિસ્ફોટઃ ચીફ કમિશનર સહિત ૨૭ કર્મચારીઓ સંક્રમિત

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટવાનું નામ નથી લઈ રહી. કોરોનાના સંક્રમણને ફેલાતુ રોકવા માટે રાજ્યના ૪ મોટા શહેરોમાં રાત્રિ કરફ્યુ સહિત અનેક પ્રતિબંધો લગાવાયા હોવા છતાં પોઝિટિવ કેસો દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યાં છે, ત્યારે વડોદરાની ઈન્કમટેક્સ ઓફિસમાં કોરોના વિસ્ફોટ જાેવા મળ્યો છે. જેમાં કચેરીમાં કામ કરતાં ૨૭ કર્મચારીઓ એક સાથે કોરોનાથી સંક્રમિત થતા હડકંપ મચી જવા પામ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરામાં આવેલી ઈન્કમટેક્સ ઓફિસમાં ફરજ બજાવતા જાેઈન્ટ કમિશનર સૌ પ્રથમ કોરોનાથી સંક્રમિત થયા હતા. જે બાદ કચેરીમાં કામ કરતાં સ્ટાફ પણ એક પછી એક સંક્રમિત થવા લાગ્યા હતા. જેમાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા ચીફ કમિશ્નર રણવિજય સિંહ, જાેઈન કમિશ્નર તકવાણી સહિત એક અન્ય કમિશ્નર અને જાેઈન્ટ કમિશ્નર સિવાય અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા ૨૭ કર્મચારીઓ સંક્રમિત થયા છે.

ઈન્કમટેક્સ ઓફિસમાં એકસાથે કોરોનાના ૨૭ પોઝિટિવ કેસ આવતા સંક્રમણ વધારે ના ફેલાય તે માટે કચેરીને હાલ પૂરતી બંધ કરવાનો ર્નિણય કરવામાં આવી રહ્યો છે. સેનેટાઈઝેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ ઓફિસને ફરીથી ખોલવામાં આવશે.

Follow Me:

Related Posts