વિદ્યાર્થીનીના નામે ફેક આઇડી બનાવી ચેટ કરતો એમબીબીએસનો વિદ્યાર્થી ઝડપાયો
મેડિકલ કોલેજમા ભણતી વિદ્યાર્થિનીના નામે ફેક આઈડી બનાવી અલગ-અલગ યુવક સાથે ચેટ કરતાં એમબીબીએસના સ્ટુડન્ટને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. યુવતીએ કરેલી ફરિયાદ અનુસાર યુવકે તેના નામે ફેક આઈડી બનાવી ડેટિંગ સાઇટ પર ચેટ જુદાજુદા લોકો સાથેને તેનો પર્સનલ નંબર આપી દીધો હતો. અનેક લોકોના મેસેજ આવતા આખરે યુવતીએ આ અંગે સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.
અમદાવાદના મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી નિશા (નામ બદલ્યું છે) રોજ પોતાની કોલેજમાં અભ્યાસ કરતી હતી. આ દરમિયાન એક દિવસ તેના વોટ્સએપ નંબર પર અજાણી વ્યક્તિના મેસેજ આવ્યા અને કહ્યું કે તમારો નંબર અમને ડેટિંગ વેબસાઈટ પર પ્રોફાઈલ પરથી મળ્યો છે. જેથી અમે તમને મેસેજ કર્યો છે અને આવી રીતે બીજા લોકોએ પણ નિશાને મેસેજ કરવા લાગ્યા હતા. જેનાં કારણે નિશા પરેશાન થઈ ગઈ હતી. કારણકે તેને આવી કોઈ આઈડી બનાવી જ ન હતી. જેથી તેણે આ અંગે સાયબર ક્રાઇમ વિભાગનો સંપર્ક કર્યો હતો. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ કરી આરોપીને દબોચી લીધો છે.
સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરીને ટેક્નિકલ એનાલિસિસના આધારે ફેક ૈંડ્ઢ બનાવનાર યુવક અરવલ્લી જિલ્લાના મોડાસાનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મોડાસાથી કુશ ઉર્ફે છોટુ ઘનશ્યામ પટેલ (ઉ.વ.૨૦)ની તેના નાલંદા-૧ માલપુર રોડ સ્થિ ઘરથી અટકાયત કરી હતી.
Recent Comments