બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીલાવતી હોસ્પિટલમાં લીધો હતો. સલમાન ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. આ પહેલાં સંજય દત્તે કોરોનાની વેક્સિન લીધી હતી.
સલમાન ખાને લીલાવતી હોસ્પિટલની બહાર પોતાના બોડીગાર્ડ સાથે જાેવા મળ્યો હતો. સલમાન ખાન કેઝ્યુઅલ લુકમાં હતો. તેણે ગ્રીન રંગનો માસ્ક પહેર્યો હતો. સલમાનની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ હતી. તે સમયે સલમાન શા માટે હોસ્પિટલ ગયો છે, તે અંગેનું કોઈ કારણ આપવામાં આવ્યું નહોતું. ત્યારબાદ સલમાન ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું, તેણે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે.
ઘણાં બોલિવૂડ સેલેબ્સે વેક્સિન લીધી છે. સલમાન-સંજય દત્ત પહેલાં સૈફ અલી ખાન, રાકેશ રોશન, સતીષ શાહ, શિલ્પા શિરોડકર, જ્હોની લીવર, મેઘના નાયડુ, શર્મિલા ટાગોર, નીના ગુપ્તા, કમલ હસન, હેમા માલિની, ધર્મેન્દ્ર, અનુપમ ખેર, ગજરાજ રાવ, પરેશ રાવલ, નાગાર્જન સહિતના સેલેબ્સે વેક્સિન લગાવી છે.
મે મહિનામાં ઈદ પર સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ થિયેટરમાં રિલીઝ થશે. સલમાન ખાન ‘અંતિમ’, ‘કભી ઈદ કભી દિવાલી’માં પણ જાેવા મળશે. માનવામાં આવે છે કે માર્ચ મહિનાના લાસ્ટ વીકમાં સલમાન ખાન ‘ટાઈગર ૩’નું શૂટિંગ શરૂ કરશે.
Recent Comments