સણોસરા દાનેવ આશ્રમમાં શ્રી નિરુબાપુ ગુરુ શ્રી વલ્કુબાપુના સાનિધ્ય સાથે શ્રી ઈન્દુબાની પુણ્યતિથિ ઉજવવામાં આવી.
ગુરુવારે પુણ્યતિથિ પ્રસંગે જાણીતા કથાકાર શ્રી રામેશ્વરદાસ હરિયાણીએ શ્રી નિરૂબાપુ દ્વારા યોજાયેલ આ માતાની વંદનાના પર્વને બિરદાવ્યું હતું અને રામાયણના પાઠમાં સામેલ સૌને પુણ્યશાળી ગણાવ્યા હતા.
શ્રી નિરૂબાપુએ આ સ્મરણાંજલિ પ્રસંગે પરિવાર અને સમાજમાં રામનામ ભગવદ સ્મરણથી જ સંસ્કારનું સિંચન થતું રહે છે તેમ જણાવી માતૃ વંદના ભાવ વ્યક્ત કરેલ.
મંગળવારથી ગુરુવાર દિવસ દરમિયાન આશ્રમમાં કોરોના માર્ગદર્શિકા મુજબ સાદગી સાથે રામાયણ પાઠ રામ-દરબાર યોજાયેલ. આશ્રમ પરિસરમાં સાદગીપૂર્ણ આયોજનમાં સત્સંગ દરમિયાન લઘુમહંત શ્રી પ્રવિણદાસજી અને સેવકોએ જહેમત ઉઠાવી હતી.
Recent Comments