સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં વધુ એક ક્રેડિટ-કો-ઓપરેટિવ સોસાયટીનું ઉઠમણું

રાજકોટ શહેરમાં અવારનવાર ક્રેડિટ સોસાયટી દ્વારા રોકાણકારોની બચત કરેલી મૂડી સાથે છેતરપિંડીના અનેક બનાવો સામે આવ્યા છે. હજુ ગઈકાલે રાજકોટ પોલીસે રામેશ્વર શરાફી સહકારી મંડળીના ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ૫૯૫૭ પેઇજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી ત્યારે આજે ફરી સમય ટ્રેડિંગ અને પરિશ્રમ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીનું ઉઠમણું થતા રોકાણકારો ત્રાહિમામ પોકરી ગયા છે. પરિશ્રમ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા ૧૦ ટકાની લાલચ આપતા ૧૫૦૦ લોકોએ ૨થી ૫૦ લાખ સુધીનું રોકાણ કર્યુ છે. પરંતુ નાણા કે વ્યાજ ન આપી છેતપિંડી આચરતા આજે રોકાણકારોએ રેલી યોજી પોલીસ કમિશનરને આવેદન આપ્યું હતું.

સમય ટ્રેડિંગમાં જે લોકો રોકાણ કરતા તેને રૂ. ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાર કરાવી તેમજ જેટલી રકમ રોકી હોય તેનો ચેક આપતા હતા. જેમાં ઘણા લોકોએ સોનાના દાગીના પણ ગીરવે રાખ્યા હતા. આ અંગે લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી પૈસા ન પરત આવતા ચિંતામાં એક બે લોકોના અવસાન પણ થઈ ગયા છે. અમારે શું આમ રાહ જ જાેવાની છે? અમને ન્યાય નહીં મળે? તેવા સવાલો કર્યા હતા.

Related Posts