જેસર ખાતે આવેલ કન્યાશાળા નં.૨ માં વેક્સિનેશન કેમ્પનું આયોજન
રાજ્યભરમાં કોરોના સંક્રમણના કારણે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેને અટકાવવા માટે રાજ્યભરમાં કોરોનાનું વધુમાં વધુ ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રેસીંગ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ રાજ્યના તમામ વરીષ્ઠ નાગરીકો વધુમાં વધુ કોરોના ટેસ્ટીંગ કરાવી પોતાની જાતને સુરક્ષીત રાખવા સાથે સમાજને પણ સુરક્ષીત રાખવા માટે કરેલી હાકલને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં કોરોનાના નિયંત્રણ માટે સુચારૂ પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે આજરોજ ભાવનગર જિલ્લાના જેસર ખાતે આવેલ કન્યાશાળા નં.૨ માં વેક્સિનેશન કેમ્પનું આયોજન મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જેસર તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ ગામના આગેવાનોની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. આ વેક્સિનેશન કેમ્પમાં ૬૦ વર્ષથી ઉપરના અને કો-મોર્બીડીટી ધરાવતા તમામ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો
Recent Comments