‘સાથ નિભાના સાથિયા’ની પહેલી સીઝનમાં ‘ગોપી વહુ’નું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી થયેલી દેવોલીના ભટ્ટાચાર્જીએ પુષ્ટિ કરી છે કે, તે બીજી સીઝનમાં પાછી આવી રહી નથી. ગયા વર્ષે જ્યારે શો શરુ થયો ત્યારે શરુઆતમાં દેવોલીના તેનો ભાગ હતી. પરંતુ થોડા દિવસમાં જ તેનો ટ્રેક પૂરો થયો અને બાદમાં સ્ટોરી દેસાઈ પરિવાર સાથે આગળ વધી. નવેમ્બર, ૨૦૨૦માં દેવોલીનાની એક્ઝિટ થઈ હતી અને હવે સીરિયલની કહાણી ગેહના (સ્નેહા જૈન) અને અનંતની (હર્ષ નાગર) આસપાસ ફરે છે.
દેવોલીનાએ કહ્યું, ‘ના, હું ‘સાથ નિભાના સાથિયા ૨’માં પાછી ફરવાની નથી. શરુઆતમાં અમે વિચાર્યું હતું કે, અમે લાંબા સમય સુધી શોનો ભાગ રહીશું, પરંતુ ટેલિવિઝનમાં કંઈ પણ થઈ શકે છે. બીજી સીઝનમાં મોદી પરિવારે મહત્વનો ફાળો આપ્યો છે અને હું તેનાથી ખુશ છું. જાે ભવિષ્યમાં મેકર્સ ફરીથી મને ઓફર આપશે જાે હું વિચારીશ પરંતુ હાલ હું સાથિયા ૨માં પાછી નથી આવી રહી’.
દેવોલીનાએ કહ્યું, ‘ના, એક્ટર તરીકે મારે બીજા પ્લેટફોર્મ પર પણ ફોકસ કરવાની જરૂર છે. મેં ટેલિવિઝનમાં લાંબા સમય સુધી કામ કર્યું છે અને હવે વૈકલ્પિક પ્લેટફોર્મ પર નવા વિષય સાથે અખતરા કરવા માગુ છું. વેબ સ્પેસમાં ઘણું થઈ રહ્યું છે, તેથી મારે તેમાં પણ કામ કરવું છે’.
તેણે કહ્યું, ‘પહેલા તો, ટીવી જાેવાનો મારી પાસે સમય જ નથી. દિવસના અંતે જાે મને સમય મળે તો હું સાથિયા ૨ના બદલે રિયાલિટી શો અથવા અન્ય શો જાેવાનું પસંદ કરું છું. હું સાથિયા ૨ જાેતી નથી. રિયાલિટી શો એન્ટરટેનિંગ હોય છે અને તેઓ મગજમાંથી તણાવને દૂર કરે છે. તેથી, દિવસના અંતે હું મ્યૂઝિક અથવા ડાન્સ રિયાલિટી શો જાેવાનું પસંદ કરું છું’.


















Recent Comments