fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાની સુચના હેઠળ સારહી યુથ કલબ ઓફ અમરેલી ના પ્રમુખ મુકેશ સંઘાણીનાં માર્ગદર્શન હેઠળ કોરોના રસીકરણ કેમ્પો કરવામાં આવ્યા

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાની સુચના હેઠળ
સારહી યુથ કલબ ઓફ અમરેલી ના પ્રમુખ મુકેશ સંઘાણીનાં માર્ગદર્શન હેઠળ કોરોના રસીકરણ કેમ્પો કરવામાં આવ્યા

અમરેલી શહેરનાં તમામ વોર્ડમાં રસીકરણ કેમ્પ યોજાયા ૬૦ વર્ષની ઉમરના લોકો માટે ૧૯ કેમ્પોનું સફળ આયોજન થયું.
સારહી યુથ કલબ ઓફ અમરેલીનાં આર્થિક સહયોગ થી કેમ્પોનું આયોજન કરવામાં આવેલ ૬૦ વર્ષથી ઉપરથી વડીલોને ઘરે થી તેડી રસીકરણ કરાવી ને તેમ ના ઘર સુધી ની મુકવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ

ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્રારા કોરોનાં મહામારી સામે રક્ષણ મેળવવા માટે કોરોના રસીકરણનું મોટા અભીયાન સમગ્ર દેશમાં ચાલી રહયું છે. તેના ભાગ રૂપે અમરેલી શહેરમાં સારહી યુથ કલબ ઓફ અમરેલી દ્રારા ૬૦ વર્ષની ઉમરનાં લોકોને કોરોનાં રસીકરણ આપવા માટે અમરેલી શહેરનાં વિસ્તાર વાઈઝ નગરપાલીકાનાં ચુંટાયેલા સભ્યો ને સાથે રાખી માઈક્રો પ્લાનીંગ કરી ૧૯ કેમ્પનું આયોજન કરી ને શહેરજનો ને કોરોનાં રસીકરણ કરવામાં આવ્યું હતુ. આ વેકસીનેશન કેમ્પને સફળ બનાવવા માટે સારહી યુથ કલબ ઓફ અમરેલીનાં આર્થિક સહયોગ થી કેમ્પનાં સ્થળ ઉપર ચા – પાણી, બિસ્કીટ, મંડપ, બેનર, ખુરશી તેમજ લોકોને વિસ્તાર કેમ્પ કયારે છે તેની પુરતી માહીતી મળી રહે તે માટે તમામ વિસ્તાર રીક્ષા ફેરવી ને કેમ્પનું એનાઉન્સ કરેલ તે ઉપરાંત અમરેલી મેડીકલ સ્ટાફે તેમજ આરોગ્ય અધિકારીશ્રી સાથે સતત સંકલન કરી ને કેમ્પ ઈન્ચાર્જ ભગીરથ ત્રિવેદી તેમજ સારહી યુથ કલબ ઓફ અમરેલી પરીવારનાં તમામ સભ્યશ્રીઓએ જહેમત ઉઠાવેલ અને આ કેમ્પોને સફળ બનાવેલ હતા.

Follow Me:

Related Posts