ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કોવિડ-૧૯નાં રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ ભાવનગર જિલ્લામાં શહેર, નગરપાલિકાઓ અને ગ્રામ્યના તમામ વ્યક્તિઓને મળે તે હેતુથી નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં વ્યક્તિઓને યોગ્ય માહિતી મળી રહે તે માટે ગ્રામ્ય વિસ્તારો માટે સમિતિઓની રચના કરવામાં આવી છે. સિહોર તાલુકાનાં રામધરી ગામે રહેતા ૭૦ વર્ષીય કાસમભાઇ મામદાણીએ આજે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. કોરોના વેક્સીન લીધા બાદ તેમણે જણાવ્યું હતુ કે, મે આજે કોરોના રસી લીધી છે. રસી લીધા બાદ કોઇ આડઅસર થઇ નથી, ત્યારે બધાએ આ રસી લેવી જોઇએ
કોરોના વેકસીન લીધા પછી કોઇ આડઅસર થઇ નથી –કાસમભાઇ

Recent Comments