આવતી કાલે આસામમાં બીજા તબક્કાની ૩૯ બેઠકો માટે મતદાન યોજાશે
૨૭ માર્ચે અસમમાં યોજાયેલા પહેલા તબક્કાના મતદાન બાદ ૧લી એપ્રિલે બીજા ચરણનું મતદાન યોજાવા જઇ રહ્યું છે. જેના માટે ૩૯ વિધાન સભાક્ષેત્રમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે ચૂંટણી માટેની તૈયારીઓ કરવામાં આવી છે. બીજા તબક્કાના આ મતદાનમાં ૭૩,૪૪,૬૩૧ મતદાર ૩૪૫ ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે. જેમાંથી ૩૭,૩૪,૫૩૭ પુરુષ મતદાર, ૩૬,૦૯,૯૫૯ મહિલા મતદાર અને ૧૩૫ ટ્રાન્સજેન્ડર મતદાર છે. ગુરુવારે સવારે સાત વાગ્યાથી ૧૩ જિલ્લાના ૩૯ વિધાનસભા ક્ષેત્રના ૧૦,૫૯૨ પોલિંગ બૂથ પર મતદાન શરૂ થશે. બીજા તબક્કાના મતદાનમાં સત્તાપક્ષ ભાજપ અને વિરોધપક્ષ કોંગ્રેસ-એઆઇયુડીએફ વચ્ચે સીધી ટક્કર જાેવા મળશે.
બીજા ચરણના ૩૪૫ ઉમેદવારમાં ૨૬ મહિલાઓનો સમાવેશગુરુવારે યોજાનારા આ મતદાનમાં ૩૦ રાજકિય પક્ષના ૩૪૫ ઉમેદવાર કે જેમાં ૨૬ મહિલાઓનો સમાવેશ થાય છે તેમનું ભાવી નક્કી થશે. અલગાપુર વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધારે ૧૯ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે જ્યારે ઉદલગુરી વિધાનસભા ક્ષેત્રમાં સૌથી ઓછા ૨ ઉમેદવારે દાવેદારી નોંધાવી છે. ૩૯ વિધાનસભા ક્ષેત્રોમાંથી ૨ ક્ષેત્ર એટલે કે ૫% વિસ્તાર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ૩થી વધારે ઉમેદવારોએ ગુન્હાઇત ઇતિહાસ ધરાવે છે.
Recent Comments