રાજુલા પંથકની ભૂગર્ભ ગટરનો પ્રશ્ન વિધાનસભામાં ઉભો થતા તંત્ર હરકતમાં
રાજુલાના ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા ર3/3ના રોજ વિધાનસભામાં સત્ર દરમ્યાન તારાંકિત પ્રશ્નોતરીમાં રાજુલા/જાફરાબાદ નગરપાલિકામાં ર014 દરમ્યાન સરકારે પાણી પુરવઠા વિભાગ પાસે ભૂગર્ભ ગટરનું કામ કરાવ્યું. જે કામ યોગ્ય રીતે નહિ થતા આ બંને શહેરોના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જે બાબતે સરકારનું ઘ્યાન દોર્યું હતું. અને ત્રાસમાંથી મુક્તત કરાવવા વિનંતી કરી જેને અનુસંધાને આજરોજ ચીફ ઈજનેર ગાંધીનગરથી જૂનાગઢ તથા ભાવનગર અધિકારીઓ આવેલ હતા અને રાજુલા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં અધિકારીઓએ પોતે નગરપાલિકાને સાથે રાખીને તપાસ કરેલી હતી. તે દરમિયાન ઘણા વિસ્તારમાં વિકટ પ્રશ્નનો સામે આવેલા હતા.
જે તમામ પ્રશ્નનું પંચરોજ કામ કરવાના આદેશ આપયા હતા. અનેઘટતું કરવા માટે જે તે ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટને ગટરની શતીઓને દૂર કરવી અને વહેલી તકે કાર્યરત કરવાની અધિકારીએ બાંહેધરી આપી હતી. રાજુલા શહેર અને જાફરાબાદ શહેર ભૂગર્ભ ગટર વિસ્તારની મુલાકાત કરી હતી અને આ ગંભીર પ્રશ્નનું નિરાકરણ કરવા આયોજન કર્યું છે.
Recent Comments