રાજકોટમાં બે સંતાનના પિતાએ આઠ વર્ષની બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
રાજકોટમાં વધુ એક દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. જેમાં મુંજકામાં ભાડેથી રહેતાં પરપ્રાંતીય બે સંતાનના પિતાએ ૮ વર્ષની એક બાળાનું અપહરણ કરી અવાવરૂ જગ્યા પર લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સે બાળાના મોઢા પર ડૂચો દઇ હવસનો શિકાર બનાવી હતી. હાલ મહિલા પોલીસે અપહરણ, બળાત્કાર અને પોક્સોના કાયદા હેઠળ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મુંજકામાં ભાડેથી રહેતાં પરણેલા મરાઠી શખ્સે ૮ વર્ષની એક બાળાને હવસનો શિકાર બનાવતાં તેના પર ફિટકાર વરસી રહ્યો છે. રાત્રિના નવેક વાગ્યે તે બાળાનો હાથ પકડી નજીકના પટમાં લઇ ગયો હતો અને ત્યાં સુવડાવી ‘હું કહું તેમ કરજે’ કહી મોઢે ડૂચો દઇ બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઇ છે. રમવા ગયેલી બાળા લાંબો સમય સુધી ઘરે ન આવતાં તેના દાદી શોધવા નીકળ્યા હતાં. એ પછી બાળા ધૂળ ધૂળ થઇ ગયેલી હાલતમાં દોડી આવી હતી અને પોતાની સાથે જે કંઇ બન્યું તેની વિતક વર્ણવતા પરિવારજનો ચોંકી ગયા હતાં. વાસના ભૂખ્યા શખ્સને પોલીસે રાતોરાત દબોચી લઇ તેની હવસખોરી ઉતારી નાંખી છે.
બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર ૮ વર્ષની બાળાના દાદીમાની ફરિયાદ પરથી મુંજકા ગામમાં જેસિંગભાઇ આહિરના મકાનમાં ભાડેથી રહેતાં કિશોર કેશવભાઇ તાવડે નામના મરાઠી શખ્સ સામે ૈંઁઝ્રની કલમ ૩૬૩, ૩૭૬ (મ્) અને પોક્સોની કલમ હેઠળ બાળાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાનો ગુનો નોંધ્યો છે.
Recent Comments