fbpx
સૌરાષ્ટ - કચ્છ

સક્કરબાગ ઝૂમાં એશિયાટિક સિંહ ૨૨ વર્ષનો દીર્ઘ આયુષ્ય ભોગવી અંતિમ શ્વાસ લીધો

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં એશિયાટિક સિંહ પ્રજાતિની દુર્લભ ઘટના બની છે. જેમાં ગીરના સિંહ ૨૨ વર્ષનો દીર્ઘ આયુષ્ય ભોગવી અંતિમ શ્વાસ લીધો છે. સિંહ ૨૨ વર્ષ જીવ્યો હોય તેવું પ્રથમ વખત બન્યું છે. જંગલમાં મુક્ત રીતે વિહાર કરતાં સિંહ દીપડોઓનું આયુષ્ય દસથી બાર વર્ષનું હોય છે, જ્યારે પ્રાણીસંગ્રહાલયમાં રહેતા સિંહ દીપડાઓ ૧૫-૧૬ વર્ષનું આયુષ્ય ભોગવે છે.

પરંતુ જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં ધીર અને વીર નામના બે સિંહ ભાઈઓને રેસ્કયુ કરી લાવવામાં આવ્યા હતા તેમાંથી વીર નામના સિંહનું થોડા સમય પહેલા મોત થયું હતું જ્યારે ધીર નામના સિંહ ૨૨ વર્ષનુ દીર્ઘ આયુષ્ય ભોગવ્યું અને બે દિવસ પહેલાં ધીર નામનાં સિંહે અંતિમ શ્વાસ લીધો હતો.

ધીર નામનાં સિંહને વૃદ્ધાવસ્થાને લીધે તેને વેટરનરી તથા કીપર સ્ટાફના નિરક્ષણમાં રાખવામાં આવ્યો હતો. સિંહો ઝૂમાં ૧૫થી ૧૬ વર્ષનું આયુષ્ય ભોગવે છે, પરંતુ ધીર નામના સિંહે ૨૨ વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી વિદાય લીધી છે. એશિયાટિક સિંહ પ્રજાતિની માટેની આ દુર્લભ ઘટના છે અને ૨૨ વર્ષનું જીવન જીવ્યો હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના છે. એશિયાટીક સિંહની પ્રજાતિમાં ધીર સૌથી મોટી વયનો સિંહ હતો તેવું કહી શકાય.

Follow Me:

Related Posts