fbpx
અમરેલી

સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૧-૨૨નવાગામ જાંબુડા ખાતે ડેડકડા હનુમાન તળાવ ઊંડા ઉતારવા માટે ખાતમુહુર્ત કરવામાં આવ્યું

પીડીલાઈટ ઇન્ડસ્ત્રીઝ –મુંબઈના સહયોગથી ગ્રામ સેવા કેન્દ્ર-ખડસલી અને ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન- ખડસલી દ્વારા સરકારશ્રીની પંચાયત સિંચાઈ પેટા વિભાગ- સાવરકુંડલા સાથે મળીને અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના નવાગામ જાંબુડા ગામે તા.૦૨/૦૪/૨૦૨૧ ના રોજ સરકારશ્રીના સુજલામ સુફલામ જળ અભિયાન યોજના અંતર્ગત હેઠળ ચાર ગામોના તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવાની કામગીરીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાની સિંચાય વિભાગ તરફથી શ્રી એ.આર.કાતરીયા સાહેબ નાયબ કાર્યપાલક ઇજનેર, શ્રી એમ.વી.કાતરીયા- મદદનીશ ઇજનેર અને જાંબુડા ગામના આગેવાન તરીકે સરપંચ મુળજીભાઈ, ઉપસરપંચ ઘુસાભાઈ વાણીયા અને પ્રવીણભાઈ ગોટી અને ગ્રામ સેવા કેન્દ્ર અને પીડીલાઈટના સ્ટાફએ અને ખેડૂતોએ હાજરી આપી હતી.આ કાર્યક્રમ ગ્રામ સેવા કેન્દ્ર-ખડસલીના નિયામક શ્રી મનુભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ શ્રી ત્રીવેણી કલ્યાણ ફાઉન્ડેશનના સેન્ટર ઇન્ચાર્જ શ્રી હીરાભાઈ દિહોરા અને સ્ટાફગણ દ્વારા અમલીકરણ કરવામાં આવેલ.આ સમગ્ર અભિયાનથી પાણી સંગ્રહ વધુ થવાથી ગામોની પાણીની સમસ્યામાં જેવી કે સિંચાઈની, પીવાના પાણીની, વપરાશ માટેના પાણીની ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે વગેરે સમસ્યામાં રાહત મળી રહેશે જળ એજ જીવન.

Follow Me:

Related Posts