સી.આર.પાટીલે રસીકરણ કેમ્પની મૂલાકાતે
જળ બચાવ અભિયાન,વોટરહારવેંસ્ટીંગનો પ્રારંભ
સામાજીક મુશ્કેલીનો સામનો સંગઠન, સમાજ અને સામાજીક સંસ્થાઓનો સાથ અને સહકાર પરિણામ લાવનારૂ હોય છે તેમ અમરેલી ના પ્રવાસે આવેલા ગુજરાત ભાજપ પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલ એ ભાજપ અને સામાજીક સંસ્થાઓ દ્રારા આયોજીત
રસીકરણ કેમ્પની મૂલાકાત વેળા જણાવેલ.
સમગ્ર દેશમા રસીકરણ ઝુંબુશને વેગ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલ અંતર્ગત જનજાગૃતિ ઝુંબેશને સંબોધતા પાટીલએ જણાવેલ કે, કોરોના મહામારીને તગેડવા એકમાત્ર ઉપચાર રસીકરણ છે જે અભિયાન આપણે સૌ સાથે રહીને પાર પાડીએ. પાટીલ રસીકરણ કેમ્પની મૂલાકાત સાથોસાથ જળ બચાવ અભિયાન અંતર્ગત
વોટર હારવેંસ્ટીંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જળની મહતા વધારી હતી
અમરેલીના પ્રવાસે પધારેલ પાટીલજીને એરપોર્ટ પર ભાજપ પરિવાર અને સામાજીક સંસ્થાઓના પ્રમુખઓએ આવકારેલ ત્યાર બાદ સીનીયર સીટીઝન પાર્ક ખાતે જિલ્લા ભાજપ અને સારહી યુથ કલબ ઓફ અમરેલીના મેગા રસીકરણ કેમ્પની મૂલાકાત લઈ સંસ્થાઓની કામગીરીને બિરદાવી હતી આ તકે પાટીલજીનું મોમેંન્ટો,પુષ્પગુચ્છ અને શાલથી જિલ્લા ભાજપ, શહેર ભાજપ, સારહી યુથ કલબ,લાયન્સ કલબ, જિલ્લા પંચાયત, નગર પાલીકા, તાલુકા પંચાયત દ્રારા સન્માન કરવામા આવેલ હતું.
અને ત્યાર બાદ પાટીલ એ સામાજીક સંસ્થાઓના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, વસંતભાઈ મોવલીયા, મુકેશભાઈ કોરાટ, ૠજુલભાઈ ગોંડલીયા સહિતનાને સન્માનિત કરવામા આવેલ હતા. ત્યાર બાદ સારવકુંડલા ખાતે રસીકરણ કેમ્પની મૂલાકાત લઈ લોક જાગૃતિ કેળવી હતી. આ તકે પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડા, પ્રભારી મંત્રી
ધર્મેન્દ્રસિંહજી જાડેજા, રાષ્ટ્રિય સહકારી અગ્રણી દિલીપ સંઘાણી,પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા,પ્રદેશ ભાજપ મંત્રી રધુભાઈ હુંબલ, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, શહેર ભાજપ પ્રમુખ તુષાર જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા. આ ઉપરાંત
તાલુકા ભાજપ પ્રમુખ ધનશ્યામ ત્રાપસીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબહેન મોવલીયા, નગર પાલીકા પ્રમુખ મનિષાબેન રામાણી, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રજ્ઞાબેન સાવલીયા, યુવા અગ્રણી મનીષભાઈ સંઘાણી, જી૬ત્સિલા પંચાયત–તાલુકા પંચાયત–નગરપાલીકાના સદસ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા
Recent Comments