fbpx
ગુજરાત

અમદાવાદમાં વૅક્સિન લીધાના ૧૨ કલાક બાદ શ્વાસ લેવામાં તકલીફથી આધેડનું મોત

જીવલેણ કોરોના વાઈરસના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે વૅક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. લોકોને વધુમાં વધુ પ્રમાણેમાં કોરોના વિરોધી રસી લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જાે કે વૅક્સિન લીધા બાદ પણ અનેક લોકોની તબીયત ખરાબ થયા હોવાની વાતો સામે આવી છે. આવા જ એક કિસ્સામાં કોરોના વિરોધી રસી લીધાના ૧૨ કલાક બાદ એક આધેડ વ્યક્તિનું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં મનસુખ ગેડિયા તેમના સંતાનો સાથે રહે છે. રાજ્યમાં કોરોનાના વધતા જતાં સંક્રમણને જાેતા તેમણે પણ વૅક્સિન લેવાનો ર્નિણય કર્યો હતો. જે બાદ મનસુખભાઈ પોતાની પત્ની સાથે રસી લેવા માટે વિરાટનગર સ્થિત અર્બન હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ડૉક્ટરોને જાણ કરી હતી કે, તેમની બાયપાસ સર્જરી થઈ છે. શું તેના કારણે શ્વાસ લેવામાં કોઈ તકલીફ થશે? જેના જવાબમાં ડૉક્ટરોએ ના પડ્યા બાદ તેમણે અને પત્નીએ રસી લીધી હતી. કોવિડ વૅક્સિન લીધા બાદ તેઓ કામ પર પણ ગયા હતા.

કામ પરથી આવ્યા બાદ મનસુખભાઈ અને તેમની પત્નીને તાવ આવવા લાગ્યો હતો. જાે કે મનસુખ ગેડિયાની તબીયત વધારે ખરાબ થવા લાગી હતી. મોડી રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમનું મોત નીપજ્યું હતું.

Follow Me:

Related Posts