રાજકોટ શહેર અને જિલ્લામાં વધતા કોરોના કહેરને પગલે આજે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર અને ડીડીઓ અનિલ રાણાવસીયાએ કોરોના કહેરને પગલે જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ૧૫ એપ્રિલ સુધી મુલકાતીઓ માટે પ્રતિબંધ જાહેર કર્યો છે. છતાં પણ કોઈ અરજદારનું કામ અત્યંત અગત્યનું હોય તો તેનો ફોનથી એપોઇન્ટમેન્ટ લઈને આવી શકે છે. પરંતુ તેનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ હોવો ફરજીયાત છે.
બીજી તરફ તંત્ર દરરોજ નવી હોસ્પિટલ શરૂ કરવા માટે દબાણ કરી બેડ વધારે છે પણ બેડ વધે છે તેની બમણી ગતિએ હોસ્પિટલાઈઝેશન વધી રહ્યું છે. રાજકોટમાં હાલ ૧૯૦૦ બેડની ક્ષમતા થઈ હોવા છતાં માત્ર ૪૪૪ બેડ ખાલી રહ્યા છે. જ્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો શહેર અને જિલ્લામાં ૧૭૩૫ એક્ટિવ કેસ છે જાેકે જે લોકોએ ૧૦ દિવસ પૂરા કર્યા છે તેમને એક્ટિવ કેસમાંથી બહાર તો કાઢી દે છે પણ ૧૪ દિવસ ન થાય ત્યાં સુધી ક્વોરન્ટીન રાખે છે. ક્વોરન્ટીનનો પણ કોઇ આંક રાખવામાં આવતો નથી.
Recent Comments