અભિનેત્રી નીના ગુપ્તા ફિલ્મ ‘ગુડબાય’માં અમિતાભની પત્નીની ભૂમિકા ભજવશે
બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા ‘ગુડબાય’ની ટીમમાં જાેડાઈ છે, જેનું શૂટિંગ હાલમાં જ શરૂ કરાયું હતું. આ ફિલ્મમાં નીના બિગ-બીની પત્નીની ભૂમિકા નિભાવશે અને આ પહેલીવાર છે જ્યારે તે દિગ્ગજ અભિનેતા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી રહી છે.
નીના ગુપ્તા અને અમિતાભ બચ્ચન બંને એકબીજા પ્રત્યે ખૂબ આદર રાખે છે અને નીના તેમની ખૂબ મોટી ચાહક છે. બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા ‘ગુડબાય’ની ટીમમાં જાેડાઈ છે. જેનું શૂટિંગ હાલમાં જ શરૂ કરાયું હતું. બધાય હો અને શુભ મંગલ સાવધાન જેવી ફિલ્મ્સમાં મહત્વની ભૂમિકા નિભાવી ચૂકી છે.
નીના ફિલ્મનો ભાગ બનવા માટે ખૂબ ઉત્સાહિત છે. તેમણે કહ્યું, “જ્યારે વિકાસ મને ફિલ્મની સ્ક્રિપ્ટ કહેતો હતો ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. આ એક સરસ સ્ક્રિપ્ટ છે અને જ્યારે સ્ક્રિપ્ટ ઉત્તેજક હોય છે ત્યારે કોઈ પણ બીજું કંઇ વિચારતા નથી.
આ પાત્ર ખૂબ જ સુંદર રીતે લખાયું છે અને હું અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. તે મારા માટે એક સ્વપ્નું સાચું થવા જેવું છે. ફિલ્મ ‘બધાય હો’ના રિલીઝ થયા પછી અમિતાભે એક નોટ લખી જેમાં તેણે નીનાના કામની પ્રશંસા કરી હતી. નીનાએ અગાઉ એકતા કપૂર સાથે બિઝનેસ કર્યો હતો.
વિકાસ બહલ દ્વારા દિગ્દર્શિત, ‘ગુડબાય’ બાલાજી ટેલિફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા બનાવવામાં આવી છે. જેમાં અમિતાભ દર્શાવવામાં આવ્યા છે.
Recent Comments