રાષ્ટ્રીય

‘સરકાર ૮૦૦-૯૦૦ રૂપિયામાં રેમડેસિવીર ઉપલબ્ધ કરાવશે’

રાજ્યમાં કોરોનાની સ્થિતિ કેટલી વિસ્ફોટક છે તેનો ચિતાર આજે રાજ્ય સરકારે લીધેલા ર્નિણય પરથી મળે છે. અમદાવાદ શહેરમાં કાર્યરત એસવીપી હૉસ્પિટલનાં તમામ ૧૦૦૦ બેડને કોરોનાની સારવાર માટે ફાળવી દેવાની સૂચના આપવામાં આવી છે. અત્યારસુધીમાં કુલ ૫૦૦ બેડમાં જ આ દર્દીઓની સારવાર થઈ રહી હતી. રાજ્યમાં રેમડેસિવીરની અછત વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ગઈકાલે રાજ્યમાં ૩૫૦૦૦ વાયા સરકાર અને ૩૫૦૦૦ વાયા પ્રાઇવેટ સ્ટોર એમ ૭૦,૦૦૦ ઇન્જેક્શન ઠલવાયા છે. રોજ કંપની સરકારને ૩૫૦૦૦ ઇન્જેક્શનનો સ્ટોક આપશે. સરકાર હૉસ્પિટલોને નહીં નફો નહીં નુકશાનના ધોરણ ૮૦૦-૯૦૦ રૂપિયાના ભાવે ઉપલબ્ધ કરાવશે.

Related Posts