મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી બાદ હવે રાજ્યના પરિવહન મંત્રી પણ સચિન વાઝેના લેટર બોમ્બના કારણે બરાબરના ભેરવાયા છે. સચિન વાઝેએ હવે રાજ્યના ઉપમુખ્યમંત્રી અજીત પવાર પર પણ મોટાપાયે વસુલી કરવાનો આરોપ લગાવ્યો છે. વઝેએ પોતાના પત્રમાં દાવો કર્યો છે કે, એક વ્યક્તિએ તેનો સંપર્ક કર્યો હતો અને પોતાને અજીત પવારના નજીકનો ગણાવ્યો હતો.
આ વ્યક્તિએ ગુટખાના વ્યાપારીઓ પાસેથી રૂપિયા ૧૦૦ કરોડની ઉઘરાણી કરવાની વાત કરી હતી. આ આરોપ બાદ એનસીપી અધ્યક્ષ શરદ પવારની પણ મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. અગાઉ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપ બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામુ આપવુ પડ્યું હતું. સચિન વાઝેએ એવો પણ દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીએ તેમને ફરી વખત નોકરી પર પરત લેવા માટે બે કરોડ રુપિયાની માંગ કરી હતી.
એન્ટિલિયા કેસથી લઈ સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેન હત્યા કેસમાં બરાબરના ભેરવાયેલા મુંબઈના પોલીસ અધિકારી સચિન વાઝેએ હવે એક પછી એક સનસની ખુલાસા કર્યા છે. અગાઉ મુંબઈના પોલીસ કમિશ્નર પરમબીર સિંહે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર રેસ્ટોરન્ટ અને બારના માલિકો પાસેથી દર મહિને ૧૦૦ કરોડ રૂપિયા વસુલવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
હવે સચિન વઝેએ શરદ પવાર સુધી ગંભીર આરોપ લગાવ્યા છે. વઝેએ દ્ગૈંએને લખેલા પત્રમાં રાજ્યના ઉપમુખ્યમંત્રી અજીત પવાર પર પણ મોટાપાયે વસુલી કરવાનો આરોપ લગાવ્યો છે. વઝેએ પોતાના પત્રમાં દાવો કર્યો છે કે, એક વ્યક્તિએ તેનો સંપર્ક કર્યો હતો. આ વ્યક્તિએ પોતાને અજીત પવારના નજીકનો ગણાવ્યો હતો. આ વ્યક્તિએ ગુટખાના વ્યાપારીઓ પાસેથી રૂપિયા ૧૦૦ કરોડની ઉઘરાણી કરવાની વાત કરી હતી. અજીત પવાર એનસીપી અધ્યક્ષ શરદ પવારના ભત્રીજા છે અને રાજ્યના ઉપમુખ્યમંત્રી પણ.
વિવાદીત પોલીસ અધિકારી સચિન વઝેએ દ્ગૈંએ કોર્ટને લખેલા એક પત્રમાં મહાવિકાસ અઘાડી સરકારના વધુ એક મંત્રી પર ગંભીર આરોપ લગાવ્યા છે. વઝેએ પોતાના પત્રમાં એવો પણ ઘટસ્ફોટ કર્યો હતો કે જુલાઇ-ઓગસ્ટ ૨૦૨૦માં મંત્રી પરિવહન મંત્રી અનિલ પરબે તેને સરકારી બંગલામાં બોલાવ્યો હતો. પરબે વઝેને જીમ્ેં્ના ટ્રસ્ટીઓને વાતચીત માટે તેની પાસે લાવવાનો આદેશ કર્યો હતો. મંત્રીએ તે સમયે તપાસ બંધ કરવા માટે જીમ્ેં્ પાસેથી ૫૦ કરોડ રૂપિયા લેતા પહેલાં વાતચીત શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. વઝેએ આ કામ કરવા માટે પણ ઇનકાર કર્યો હતો કેમ કે તેને જીમ્ેં્ અંગે કોઈ જાણકારી ન હતી. આ ઉપરાંત આ કેસમાં પૂછપરછ કરવાના મુદ્દે પણ તેનું કોઈ નિયંત્રણ ન હતું.
વઝેએ વધુમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૨૧માં અનિલ પરબે તેને ફરી સરકારી બંગલા પર બોલાવ્યો હતો અને તેને બીએમસીના કેટલાક લિસ્ટેડ કોન્ટ્રાક્ટર્સ સામે તપાસ કરવાનું જણાવ્યું હતું અને વઝેને આવા ૫૦ કોન્ટ્રાક્ટર્સ પાસેથી ઓછામાં ઓછા બે કરોડ વસૂલવાનો આદેશ કર્યો હતો.
આ સાથે જ સચિન વાઝેએ એક અન્ય મંત્રી ઉપર પણ આરોપ લગાવ્યો છે. મંત્રી અનિલ પરબ પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે ઠેકેદારો પાસેથી વસુલી કરવાનું કહ્યું હતું. જાે કે પરિવહન મંત્રી અનિલ પરબે સચિન વાઝેના આ તમામ આરોપોને ફગાવ્યા છે. અનિલ પરબે તો નાર્કો ટેસ્ટ માટેની તૈયારી પણ દર્શાવી છે.
Recent Comments