fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી

રાજકોટના મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે ગ્રીન પાર્ક-૧માં રહેતા અને વોર્ડ નં.૧૧ના આ વર્ષે જ પ્રથમ વખત ભાજપમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર વિનોદભાઇ સોરઠિયાના પુત્ર વિશાલ (ઉં.વ.૨૮)એ ઘરના બાથરૂમમાં ફુવારા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાય જિંદગી ટૂંકાવી છે. મોટા ભાઇએ નાના ભાઇનો લટકતો મૃતદેહ જાેયો હતો. પુત્રએ આ પગલું ભરતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી તપાસ હાથ ધરી છે.

વિશાલ આજે સવારે નાહવા માટે બાથરૂમમાં ગયો હતો, પરંતુ મોડે સુધી બહાર ન આવતાં તેના મોટા ભાઇએ દરવાજાે ખખડાવ્યો હતો અને બે વખત તેના નામનો અવાજ કર્યો હતો, પરંતુ જવાબ ન મળતાં કંઇક અજુગતું બન્યાનું સમજી પુશ બટનવાળો દરવાજાે ખુલ્લો જ હોય એ ખોલીને જાેતાં તે શાવરમાં જ લટકતો જાેવા મળ્યો હતો. બાદમાં બૂમાબૂમ કરી મૂકતાં પરિવારજનો એકઠા થઇ ગયા હતા અને ૧૦૮ને જાણ કરતાં ટીમ દોડી આવી હતી, પરંતુ ૧૦૮ના ઇએમટીએ વિશાલને તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત થયો હતો.

બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. હરદેવસિંહ રાઠોડ અને લાલજીભાઇએ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યા મુજબ, આપઘાત કરનાર વિશાલ ત્રણ બહેન અને બે ભાઇમાં બીજાે હતો. તે મવડીમાં લોખંડનું કારખાનું ધરાવતો હતો. તેને સંતાનમાં સવા વર્ષની દીકરી છે. સસરા કોઠારિયા રોડની વિશ્રાંતિ સોસાયટીમાં રહે છે. પત્ની હાલ પિયર હોઈ તેને જાણ થતાં તે પણ આઘાતમાં સરી પડી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતનું કોઇ કારણ હાલ બહાર આવ્યું નથી. પરિવારજનો પણ હાલ કંઇ કારણ જાણતા નથી. અંતિમવિધિ બાદ પોલીસ સ્વજનોનાં નિવેદનો નોંધી કારણ જાણવા તપાસ કરશે. વિશાલભાઇના પિતા વિનુભાઇ સોરઠિયા આ વર્ષે જ ભાજપના કોર્પોરેટર તરીકે વોર્ડ નં. ૧૧માંથી ચૂંટાયા છે. યુવાન દીકરાના આ પગલાથી તેઓ તથા પરિવારના બીજા સભ્યો શોકમાં ગરક થઇ ગયા છે.

Follow Me:

Related Posts