વડોદરામાં કોરોનાનુ તાંડવ, સ્મશાનોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર વેઈટીંગમાં
વડોદરા શહેરમાં કોરોનાનુ તાંડવ ચાલી રહ્યું છે. સ્મશાનોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર વેઈટીંગમાં ચાલવા લાગ્યા છે. રાતે તો એક સાથે ચારેકોર સળગતી ચિતાઓના દ્રશ્યો જાેવા મળે છે. વિતેલા ૨૪ કલાકમાં ગ્રાહક કોર્ટના વકીલ, પાટીદાર સમાજના અગ્રણી, ૩૦ વર્ષના યુવાન સહિત ૨૪ દર્દીઓના શંકાસ્પદ કોરોનામાં મોત થયા હોવાનુ જાણવા મળે છે. મૃતકોનો આંકડો ખરેખર ચિંતાજનક રીતે વધી રહ્યો છે, પરંતુ આરોગ્ય વિભાગ ડેથ ઓડિટ કરશે અને પછી માત્ર કોરોનાને કારણે મૃત્યુ થયુ હશે તેવા દર્દીની માહિતી જાહેર કરશે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોવિડ-૧૯ની ગાઈડ લાઈનથી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા માટે વધુ ચાર સ્મશાનોને કાર્યરત કરાયા છે. જે જાેતા જ મૃતકોનો આંકડો ચિંતાજનક રીતે વધ્યો હોવાનો સામાન્ય ખ્યાલ આવી જાય છે. કુલ ૨૩ સ્મશાનો છે તે પૈકીના ૮ સ્મશાનોમાં આ રીતે અંતિમક્રિયા કરાઈ રહી છે અને દરેક સ્મશાનોમાં રોજ સરેરાશ ઓછામાં ઓછી ૧૫થી૨૦ ડેડબોડીની અંતિમક્રિયા કરાય છે. જ્યારે ખાસવાડી જેવા સ્મશાનમાં તો ૩૦ જેટલા મૃતદેહોની અંતિમ ક્રિયા કરાય છે. ખાસ કરીને રાત્રીના સમયે એક સાથે ચારેબાજુ બધી ચિતાઓ સળગતી હોય છે. જાેકે, તેમાં કોવિડ અને નોન-કોવિડ મૃતદેહોનો પણ સમાવેશ થાય છે.
સૂત્રોએ કહ્યું હતું કે, ગ્રાહક કોર્ટના વકીલનુ પણ ગઈકાલે મૃત્યુ થયુ હતુ. એ પછી વડોદરા શહેર દક્ષિણ વિભાગ લેઉઆ પટેલ સમાજના મંત્રીનુ કોરોનામાં મૃત્યુ થયુ હતુ. તેઓ રીલાયન્સ કંપનીમાં સિનિયર ઓપરેટર તરીકે નોકરી કરતા હતા. તે સિવાય તરસાલી વિસ્તારની મહિલા, વાડી વિસ્તારના વૃદ્ધ, દંતેશ્વરની વૃદ્ધા, આજવા રોડ અને ગોત્રી રોડના આધેડનુ પણ મૃત્યુ થયુ હતુ. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષના યુવાનને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેનો રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
તેનુ પણ સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ જ સયાજી હોસ્પિટલમાં બીજા એક ૩૨ વર્ષના યુવાનનુ પણ મોત થયુ હતુ. તે સિવાય ગોત્રી હોસ્પિટલમાં પણ આજે ચાર જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. એકંદરે છેલ્લાં ૨૪ કલાકમાં ૨૪ દર્દીઓના મોત થયા હતાં. તેમાં માત્ર કોરોનાથી કોનુ મોત થયુ છે ? તે અંગે આરોગ્ય વિભાગ ડેથ ઓડિટ કરશે અને પછી માહિતી જાહેર કરશે.
Recent Comments