ઘોર કળિયુગઃ પરિણીત પ્રેમિકાએ પ્રેમી સાથે મળી ૫ માસના પુત્રનું કાસળ કાઢયું
રાજકોટમાં માંડા ડુંગર પાસે માવતરના ઘરે આવેલી પરણીતાએ પ્રેમી સાથે મળી પાંચ માસના માસુમ બાળકને દુધમાં ઝેરી ટીકડા નાખી પીવડાવી મોતને ઘાટ ઉતારી ગોંડલ લઈ જઈ બારોબાર અંતિમવિધી કરી નાખ્યાનો બનાવ બહાર આવતા સનસાનટી મચી જવા પામી છે.બનાવના પગલે પોલીસે પ્રેમી યુગલને સકંજામાં લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ વિગતો મુજબ ગોંડલ રહેતી અમીશાબેનને છેલ્લા કેટલાક સમયથી તેની પાડોશમાં રહેતો મુન્ના નામના શખ્સ સૃાથે પ્રેમસબંધ હોય બંનેને લગ્ન કરવા માટે મુન્નાએ આગલા ઘરના પુત્રને રાખવાની ના પાડતા ષ્ડયંત્ર રચી માસુમ પાંચ માસાના પુત્રને બારોબાર અંતિમવિધી કરી નાખ્યાની માહિતીના આધારે પોલીસે બંનેને બોલાવી આકરી પુછપરછ કરી બનાવનો પર્દાફાશ કર્યો હતો. આજી ડેમ પોલીસ મથકના પી.આઈ.ચાવડા સહિતના સ્ટાફે ગોંડલ વિસ્તારમાં જઈ બાળકના મૃતદેહને બહાર કાઢી તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં અમીશા અને મુન્નાને પ્રેમસબંધ હોય બંનેને લગ્ન કરવા હોય જેથી પાંચ માસના માસુમ પુત્રને પતાવી દેવાનું ષ્ડયંત્ર રચી અમીશા આજી ડેમ વિસ્તારમાં રહેતા પિયરમાં આવી હતી જયાં મુન્નો તેને ઝેરી ટીકડા લઈને આવ્યો હતો અને દુધમાં ઝેરી ટીકડા ભેળવી માસુમ પુત્રને પાઈ દેતા બાળકની તબિયત લથડા તેને સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
જયાં તેમને બિમારી સબબ બાળકનું મોત થયાનું જણાવી બાળકના મૃતદેહને બારોબાર ગોંડલ લઈ ભગવતપરા વિસ્તારમાં અંતિમક્રિયા કરી નાખ્યાનું જાણવા મળતા આજી ડેમ પોલીસે ગોંડલ જઈ બાળકના મૃતદેહને બહાર કાઢી એફ.એસ.એલ.ની મદદથી પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી કરી છે.
એક જનેતાએ પ્રેમમાં કેટલી એટલી અંધ બની ગઈ હતી કે તેના પુત્રને જીવતો જ ઝેરી ટીકડા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવની જાણ ગોંડલમાં તે જે વિસ્તારમાં રહે છે ત્યાં થતા લોકો તેના પર ફીટકાર વરસાવી રહ્યા છે. જાે કે હવે પોલીસના સકંજામાં પ્રેમી યુગલ આવી ગયું છે ત્યારે પોલીસ દ્વારા વધુ પુછપરછ કરી આ ધૃણાસ્પદ ઘટનામાં અન્ય કોઈએ મદદગારી કરી છે કે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ બનાવમાં વધુ કેટલા આરોપીઓની સંડોવણી છે તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવનાર છે. ખાસ કરીને તેનો પ્રેમી બાલકને મોતને ઘાટ ઉતારવા માટે ઝેરી ટીકડા ક્યાંથી લાવ્યો, તેને આ ટીકડા માટે કોણે કર્યું વગેરે તપાસ પોલીસ કરશે તેમ જાણવા મળેલ છે.
Recent Comments